For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્લિન ફિલ્મ મહોત્સવમાં દર્શાવાશે કાઇ પો છે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 જાન્યુઆરી : મોસ્ટ અવેટેડ કાઇ પો છે ફિલ્મ હવે 63મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભમાં દર્શાવવામાં આવશે. બર્લિન મહોત્સવ આવતા મહીને એટલે કે 7મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. ફિલ્મનો ઇંતેજાર એટલા માટે પણ થઈ રહ્યો છે, કારણ કે આ ફિલ્મ જાણીતા લેખક ચેતન ભગતની લોકપ્રિય નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત છે. ફિલ્મ બર્લિન મહોત્સવમાં દર્શાવ્યાને માત્ર 15 દિવસ બાદ થિયેટરોમાં રિલીઝ કરાશે.

Kai Po Che

આ માહિતી અભિષેક કપૂરે ટ્વિટર દ્વારા આપી. ક્યારેક ટ્વિંકલ ખન્ના સાથે અફૅર અંગે ચર્ચામાં રહેનાર અભિષેક કપૂર માટે આ ફિલ્મ ખૂબ મહત્વ ધરાવે છે. અભિનયમાં ફેલ થયાં બાદ અભિષેકે ફિલ્મનું નિર્માણનું બીડું ઝડપ્યું છે. કાઇ પો છે ફિલ્મ દ્વારા ટેલીવિઝન કલાકાર સુશાંત સિંહ રાજપૂત પણ મોટા પડદે ડગ માંડી રહ્યાં છે. ફિલ્મમાં તેમની સાથે રાજ કુમાર યાદવ અને અમિત છે. ભારતમાં આ ફિલ્મ 22મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

નોંધનીય છે કે દસ દિવસ સુધી ચાલનાર બર્લિન મહોત્સવમાં 23 દેશોની 31 ફિલ્મો દર્શાવવામાં આવશે.

કાઇ પો છે ફિલ્મ ત્રણ મિત્રોની વાર્તા છે કે જેઓ ક્રિકેટને દીવાનાઓની જેમ ચાહે છે, પરંતુ તેમનો ભેટો ધર્મગુરુઓ સાથે થઈ જાય છે અને ત્યારે જ એક મિત્રને બીજા મિત્રની બહેન સાથે પ્રેમ થઈ જાય છે.

English summary
Most Awaited Abhishek Kapoor's Kai Po Che! to premiere at Berlin film festival, Its based on Chetan Bhagat novel Three mistake of my life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X