સુશાંતની હીરોઇન શોધતાં અભિષેક કપૂર
મુંબઈ, 24 જૂન : બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક અભિષેક કપૂર પોતાની આવનાર ફિલ્મમાં કાઇ પો છે સ્ટાર સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરનાર છે, પરંતુ ફિલ્મની હીરોઇનની શોધ હજી ખતમ નથી થઈ.

જાણવા મળે છે કે અભિષેકની આ અનટાઇટલ્ડ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કૅટરીના કૈફ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. અભિષેકે જણાવ્યું - તેમની આગામી ફિલ્મ એક સંવેદનશીલ વાર્તા છે અને હજી ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલુ છે. સુશાંત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. બાકીની વાતો નક્કી થવીબાકી છે. ફિલ્મ ચાર્લ્ડ ડિકેંસની જાણીતી નવલકથા ગ્રેટ એક્સપેક્ટેશન્સનું હિન્દી રૂપાંતરણ છે.
સુશાંત સિંહ રાજપૂત અભિષેક કપૂર સાથે બીજી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. કાઇ પો છે ફિલ્મમાં અભિષેક સાથે કામ કરી ચુક્યાં છે સુશાંત. અભિષેક કોને કાસ્ટ કરે છે સુશાંત સાથે તે જોવા જેવું હશે. અગાઉ કાઇ પો છે ફિલ્મમાં પોતાની એક્ટિંગથી સૌને આશ્ચર્યમાં મૂકનાર સુશાંત સિંહ રાજપૂત પુનઃ એક વાર રૂપેરી પડદે આવવા આતુર છે. એકતા કપૂર નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શરૂ થવાનું છે.












Click it and Unblock the Notifications
