#TooMuch: અબુ આઝમી બાદ તેમના દિકરાએ પણ કરી વિવાદાસ્પદ ટિપ્પણી

Written By:
Subscribe to Oneindia News

31 ડિસેમ્બરની રાતે બેંગ્લુરુમાં ઘટેલી ઘટનાઓથી સમગ્ર દેશ રોષે ભરાયો છે. એક સાથે અનેક મહિલાઓની છેડતી કરવામાં આવી, તેમની સાથે અશ્લીલ વ્યવહાર થયો તથા ગંદી ટિપ્પણી પણ કરવામાં આવી હતી. એવામાં સપા નેતા અબુ આઝમીએ આ ઘટનામાં પીડિત યુવતીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાની વાત નકારતા મહિલાઓ પર દોષનો ટોપલો નાંખ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સે ટ્વીટર પર અબુ આઝમીના નિવેદનનો ખૂબ વિરોધ કર્યો હતો.

ફરહાન અખ્તર, વરુણ ધવન, ઇશા ગુપ્તા જેવા એક્ટર્સે ટ્વીટર પર અબુ આઝમીના નિવેદન પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરી, તેમના નિવેદનને વખોડ્યું હતું. હવે આબુ આઝમીના દિકરા ફરહાન આઝમી પોતાના પિતાના બચાવ માટે આગળ આવ્યા છે અને તેમણે ઇશા ગુપ્તાને ટ્વીટર પર જવાબ આપતાં તેના કેરેક્ટર પર આંગળી ચીંધી છે.

કોણ છે ફરહાન આઝમી?

કોણ છે ફરહાન આઝમી?

ફરહાન આઝમી સપા નેતા અબુ આઝમીના દિકરા અને એક બિઝનેસમેન છે. તેઓ બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ટાકિયાના પતિ છે. બેંગ્લુરુ મોલેસ્ટેશનના કેસ અંગે તેમના વિચારો જાણી લેવા જરૂરી છે. તેમના પિતા અબુ આઝમીનું કહેવું છે કે મહિલાઓ સાથે આવી ઘટનાઓ બનવાનું મુખ્ય કારણ છે તેમનો પહેરવેશ. અબુ આઝમીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજના મોડર્ન જમાનામાં યુવતીઓ જેટલા નાના કપડા પહેરે એટલી જ વધુ ફેશનેબલ મનાય છે. તેમણે યુવતીઓના મોડી રાતે એકલા બહાર જવાને પણ અયોગ્ય ગણાવ્યું હતું.

ઘણા લોકોએ કર્યો વિરોધ

ઘણા લોકોએ કર્યો વિરોધ

આબુ આઝમીના આવા નિવેદનનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો છે. બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા, જે છેલ્લે રૂસ્તમમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી, તેણે પણ ટ્વીટર પર અબુ આઝમીને નિવેદનને વખોડી કાઢ્યું છે.

શું કહ્યું હતું ઇશાએ?

શું કહ્યું હતું ઇશાએ?

ઇશાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે ટ્વીટ કરતાં કહ્યું હતું કે, આવું નિવેદન સાંભળી એ માંને ખૂબ શરમ આવી હશે, જેણે અબુ આઝમીને જન્મ આપ્યો.

ઇશાના ટ્વીટ પર ભડક્યા ફરહાન આઝમી

ઇશાના ટ્વીટ પર ભડક્યા ફરહાન આઝમી

ઇશાના આ ટ્વીટ પર ફરહાન આઝમીએ ભડકીને કંઇક આવો જવાબ આપ્યો હતો, જે મહિલાની તમે વાત કરી રહ્યાં છો, તે મારી દાદી છે અને તે તમારા કરતાં ઘણી વધારે ચારિત્ર્યશીલ મહિલા હતી.

ફરહાને હદ પાર કરી

ફરહાને હદ પાર કરી

આ પછી ફરહાને અન્ય એક ટ્વીટ કર્યું અને કદાચ ગુસ્સામાં તેઓ પોતાની હદ પાર કરી ગયાં. તેમણે લખ્યું કે, શરીર વેચીને પૈસા કમાતી મહિલાને આપણે વેશ્યા કહીને તેની ઇનસલ્ટ કરીએ છીએ, તો બીજી બાજુ શરીર દેખાડીને કરોડો કમાતી મહિલાને આટલું સન્માન કેમ?

બોલિવૂડ પર પણ કર્યા પ્રહારો

બોલિવૂડ પર પણ કર્યા પ્રહારો

સાથે જ ફરહાને પોતાના અન્ય એક ટ્વીટમાં બોલિવૂડ પર પણ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, આર્ટના નામે ક્યારેક મહિલાઓને તંદૂરી મરઘી તો ક્યારેક ઝંડૂ બામ કહેવામાં આવે છે, એવા ગીતો માણતા માણતા સમાજના આ કહેવાતા શુભચિંતકો દારૂની મહેફિલ માણતા હોય છે, ત્યારે?

ફરહાન અખ્તરને પણ ન છોડ્યા

ફરહાન અખ્તરને પણ ન છોડ્યા

ફરહાન અખ્તરના ટ્વીટ પર પણ તેમણે જવાબ આપ્યો છે, તમારા જેવો ડબલ ઢોલકી માણસ ક્યારેય નથી જોયો. યૂએનમાં સહભાગી થઇને પણ તમે આજ સુધી કેટલા રેપિસ્ટને સજા અપાવડાવી?

ઇશા ગુપ્તાની તસવીર પર કોમેન્ટ

ઇશા ગુપ્તાની તસવીર પર કોમેન્ટ

થોડા જ સમયમાં ટ્વીટર પર ઇશા ગુપ્તાની કંઇક આવી તસવીરો રિટ્વીટ થવા માંડી અને તેમના ચરિત્ર પર આંગળી ચીંધવામાં આવી. ફરહાન આઝમીએ પણ આ તસવીર રિટ્વીટ કરી છે.

યુવતીઓ સાથે થતી આવી ઘટનાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

જો કે, ફરહાન આઝમીએ પોતાના ટ્વીટમાં મોલેસ્ટેશનની ઘટનાને વખોડી છે અને લખ્યું છે કે જ્યારે પણ કોઇ યુવતી આવા કોઇ ગુનાનો શિકાર બને છે ત્યારે તેમને પણ ખૂબ દુઃખ થાય છે.

English summary
Abu Azmi's son Farhan Azmi slut shames Esha Gupta over Bangalore Mass molestation remark.
Please Wait while comments are loading...