અભિનેત્રી આયેશા શર્મા સાથે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ગેરવર્તનનો આરોપ!

સત્યમેવ જયતે અને બાબા કી ચોકી ફેમ અભિનેત્રી આયેશા શર્માએ દિલ્હી એરપોર્ટ પર તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

સત્યમેવ જયતે અને બાબા કી ચોકી ફેમ અભિનેત્રી આયેશા શર્માએ દિલ્હી એરપોર્ટ પર તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલથી સતત આઠ ટ્વીટ કરીને પોતાની આપવિતી કહી છે. આયેશા શર્માના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન બેગમાંથી ઇલેક્ટ્રોનિક સામગ્રી અને વાયરો કાઢવા માટે CISF ના જવાનોએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું. અભિનેત્રીએ ટ્વિટ કરતા જ યુઝર્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે કેટલાક લોકોએ ટ્વિટ સામે વાંધો ઉઠાવ્યો અને ઘણા ફેન્સે અભિનેત્રીને ટેકો પણ આપ્યો હતો.

Ayesha Sharma

મળતી માહિતી મુજબ, આયેશા શર્મા GoFlight એરવેઝની ફ્લાઇટ માટે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આરોપ છે કે તપાસ દરમિયાન બેગમાંથી ઇલેક્ટ્રોનિક સામગ્રી કાઢવા દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તેની સાથે દલીલ કરી હતી. સુરક્ષા કર્મચારીઓએ તેને બેગમાંથી તમામ સામાન બહાર કાઢને ફરી તપાસ કરવા કહ્યું હતું. આરોપ છે કે અડધો ડઝનથી વધુ સુરક્ષા કર્મચારીઓએ ફૂડ કોર્ટ સુધી તેનો પીછો કર્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. તેને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

આયેશા શર્માની બહેન નેહા શર્મા પણ એક અભિનેત્રી છે. આયેશા શર્મા મૂળ બિહારના ભાગલપુરની છે. જો કે, તેણે પોતાનું બાળપણ તેના માતા-પિતા સાથે દિલ્હીમાં વિતાવ્યું છે.

અભિનેત્રીના ટ્વીટનો જવાબ આપતા એરપોર્ટ પ્રશાસને કહ્યું કે, તમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. તમને સંપૂર્ણ વિગતો મોકલો, જેનાથી તમને વધુ સારી રીતે મદદ મળી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X