એક્શન જૅક્સન જોવાના આ છે 5 મજબૂત કારણો!
મુંબઈ, 31 ઑક્ટોબર : અજય દેવગણની ફિલ્મ જોવા માટે કારણ શોધવાની જરૂર નથી પડતી, પણ એક્શન જૅક્સનની કેટલીક ખૂબ જ રસપ્રદ બાબતો એવી છે કે જે જાણ્યા બાદ કદાચ આપના મનમાં ફિલ્મ જોવાની તાલાવેલી વધી શકે છે. જોકે હજી ફિલ્મને રિલીઝ થવામાં ઘણો ટાઇમ છે, પરંતુ ફિલ્મનો ફર્સ્ટ લુક જોયા બાદ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા સૌની અંદર પેદા થઈ છે.
એક્શન જૅક્સન ફિલ્મમાં અજય દેવગણ સાથે સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે. સન ઑફ સરદાર ફિલ્મ બાદ અજય-સોનાક્ષી ફરી એક વાર સાથે ચમકવાનાં છે. ખાસ બાબત એ છે કે આ ફિલ્મ દ્વારા પહેલી વખત પ્રભુ દેવ અને અજય દેવગણ સાથે આવી રહ્યા છે. ફિલ્મમાં પ્રભુ છે, તો સ્વાભાવિક છે કે ડાન્સ તો જોરદાર જ હશે. બીજી બાજુ અજયના ડાન્સને જોઈ તો અચ્છા-અચ્છા હસી પડે છે. તેવામાં અજય અને પ્રભુની જોડી સાચે જ જોવાલાયક હશે.
ચાલો જાણીએ એક્શન જૅક્સન ફિલ્મ જોવાનાં પાંચ કારણો :

સ્લિમ સોનાક્ષી
સામાન્ય રીતે વજન અંગે ટીકાઓનો બનતા સોનાક્ષી સિન્હા એક્શન જૅક્સનમાં ખૂબ જ સ્લિમ અને સુંદર દેખાવાના છે. ફિલ્મમાં તેમના લુક્સની રિલીઝ થયેલી કેટલીક તસવીરો ચોંકાવનારી છે.

પ્રભુ-અજયની જોડી
પ્રભુ દેવા અને અજય દેવગણ પહેલી વખત કોઈ ફિલ્મ સાથે કરી રહ્યા છે. ડાન્સિંગ ગુરુ સલમાન ખાનને નચાવી ચુક્યા છે અને હવે અજયનો વારો છે.

કુણાલની ક્યૂટનેસ
યે જવાની હૈ દીવાની જેવી ફિલ્મોમાં પોતાની લવિંગ અને ક્યૂટ ભૂમિકાઓ વડે દિલ જીતી લેનાર કુણાલ કપૂર ફરી એક વાર એક્શન જૅક્સનમાં દેખાશે.

બહેતરીન એક્શન
પ્રભુ દેવા પોતાના બહેતરીન એક્શન વડે પણ લોકોને ઇમ્પ્રેસ કરે છે. એક્શન જૅક્સન નામ પરથી જ સ્પષ્ટ છે કે ફિલ્મમાં બહેતરીન એક્શન સિક્વંસ હશે.

હિમેશનું સંગીત
અત્યાર સુધી એક્શન જૅક્સનના ગીતો જેટલા લોકોએ સાંભળ્યા, સૌનું માનવું છે કે ફિલ્મના ગીતો આવતા વર્ષના હિટ ગીતોમાં સામેલ રહેશે.












Click it and Unblock the Notifications
