10 Action Scenes : સિંઘમ કરતા મોટી ધણધણાટી બોલાવશે સિંઘમ રિટર્ન્સ

મુંબઈ, 14 ઑગસ્ટ : સિંઘમ રિટર્ન્સ આવતીકાલે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને લોકો સિલ્વર સ્ક્રીન પર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રિટર્ન્સના ઇંસ્પેક્ટર બાજીરાવ સિંઘમને જોવા આતુર છે.

આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે બનેલી સિંઘમ રિટર્ન્સની રિલીઝ માટે આના કરતા ઉત્તમ દિવસ કોઈ ન હોય. ઑડિયંસને તો ગોલમાલ સિરીઝની જોડી રોહિત-અજયની આ ફિલ્મનો ઇંતેજાર છે.

સિંઘમ રિટર્ન્સની યૂએસપી ચોક્કસ તેના એક્શન સીન્સ છે. જ્યારે રોહિત દિગ્દર્શક અને અજય હીરો હોય, તો વાત જ શું. રોહિતે કહ્યુ પણ હતું - આ અતિશ્યોક્તિ છે, પરંતુ મારૂ માનવું છે કે મારે બાળપણથી એક્શન ડાયરેક્ટર બનવુ જોઇતુ હતું. હું અકસ્માતે ફિલ્મ ડાયરેક્ટર બની ગયો અને તેના માટે હું મારા વાલીનો ઋણી છું.

રોહિત શેટ્ટીએ મધ્ય શહેરની અંદર એક્શન સીન્સ કરવામાં આવેલા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો - સિંઘમ રિટર્ન્સ મુખ્યત્વે મુંબઈ આધારિત ફિલ્મ છે અને શહેરની વચ્ચે શૂટિંગ મોટો પડકાર હતો. તેમાં પણ એક્શન સીન શૂટ કરવા તો વધુ સાહસી કામ હતું. અપાયેલ પૉઇંટ પર બે કે ત્રણ શૂટ્સ થતા હતાં. ટ્રૅફિક રોકવો, લોકલ ટ્રેન્સ રોકવી અને તેની વચ્ચેના સમય પર ધ્યાન કેન્દ્રિત કરવું. બધુ મુશ્કેલ હતું. તે પણ ન ભૂલવુ જોઇએ કે મુંબઈ હંમેશા રેડ ઍલર્ટ પર હોય છે અને તેથી અનેક ઑથોરિટીમાંથી મંજૂરીઓ મેળવવી પડે છે.

ચાલો તમે પણ જુઓ સિંઘમ રિટર્ન્સ 10 એક્શન સીન્સ :

Scene 1

Scene 1

રોહિત શેટ્ટીએ જણાવ્યુ - હું ભાગ્યશાળી છું કે મારા ફિલ્મનો નાયક બાજીરાવ સિંઘમ કાનૂન પાલક ઑફિસર છે અને તેથી પોલીસે અમને સૉફ્ટ સ્પૉટ ફાળવી આપ્યાં. હું મુંબઈ પોલીસનો આભારી છું કે જેમણે જરૂરી મંજૂરીઓ આપી.

Scene 2

Scene 2

રોહિતે જણાવ્યું - જો તેમણે મંજૂરી ન આપી હોત, તો અમે ગેટવે ઑફ ઇંડિયા જેવા સ્થળોએ શૂટિંગ ન કરી શક્યા હોત.

Scene 3

Scene 3

આ સીન કેવી રીતે મિસ કરી શકાય? દયાનંદ શેટ્ટી ઉર્ફે ઇંસ્પેક્ટર દયા સીઆઈડી સીરિયલના અંદાજમાં દરવાજો તોડે છે. આ સીન ભારતનું આઇકૉનિક સીન બની ગયું છે.

Scene 4

Scene 4

એક્શન હીરો સાચે જ હવામાં ઉડે છે અને વિલન્સને શૂટ કરે છે.

Scene 5

Scene 5

આ ભયાનક દૃશ્ય લાગે છે. અજય સાચે જ વ્યક્તિને ઉંચકે છે અને તેનુ માથુ નજીકના પિલ્લરમાં અભડાવે છે.

Scene 6

Scene 6

અજય દેવગણનું વધુ એક હવામાં સ્ટંટ કે જેમાં તેઓ ગુંડાઓની ધોલાઈ કરે છે.

Scene 7

Scene 7

અજય દેવગણ એક ગુંડાને હવામાં ફંગોળે છે અને તે નીચે પડે, તે પહેલા તો બીજા ગુંડાને ચોટ કરે છે.

Scene 8

Scene 8

કાર ઉપર મિસાઇલ વડે હુમલો કરતા ગુંડાઓ.

Scene 9

Scene 9

રોહિત શેટ્ટી દિગ્દર્શક હોય અને કાર્સ ન હોય? અસંભવ! જુઓ આ સીન. રોહિત શેટ્ટી ટ્રેડમાર્ક.

Scene 10

Scene 10

આ સીન એક્શન સાથે સંકળાયેલુ નથી, પણ અજય દેવગણ ગુંડાને સતત 5 મિનિટ સુધી થપ્પડો મારે છે, નૉન-સ્ટૉપ આઈ ટેલ યૂ. ફિલ્મમાં જોઈ લેજો.

આ પણ જરૂર વાંચો

આ પણ જરૂર વાંચો

5 Reasons : અજય-કરીના-રોહિતની તિકડી એટલે સિંઘમ રિટર્ન્સ


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X