ઈરફાન ખાનના નિધન પર અમિતાભઃ સૌથી વધુ હેરાન કરનાર અને દુઃખદ સમાચાર
ઈરફાન ખાનના નિધન પર અભિનેતા અમિતાભ બચ્ચને પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.
બૉલિવુડ અભિનેતા ઈરફાન ખાનનુ નિધન થઈ ગયુ છે. મંગળવારે તબિયત બગડી જવાના કારણે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલના આઈસયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. ઈરફાન ખાને 54 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમના નિધનના સમાચાર સાંભળીને સૌ કોઈ હેરાન છે. આના પર અભિનેતા અમિતાભ બચ્ચને પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. અમિતાભ બચ્ચને આને સૌથી વધુ પરેશાન કરનાર અને દુઃખદ સમાચાર ગણાવતા કહ્યુ કે ઈરફાન એક અવિશ્વસનીય પ્રતિભાના ધની હતા.

અમિતાભે શું કહ્યુ?
તેમણે ટ્વિટ કરીને કહ્યુ, 'હમણાં જ ઈરફાન ખાનના નિધનના સમાચાર જાણવા મળ્યા. આ સૌથી વધુ પરેશાન કરનાર અને દુઃખદ સમાચાર છે. એક અવિશ્વસનીય પ્રતિભા, એક મહાન સહયોગી, સિનેમાની દુનિયામાં એક મહાન યોગદાનકર્તા, આપણને જલ્દી છોડી દીધા. પ્રાર્થના અને દુઆ.'

શૂજિત સરકારે પણ કર્યુ ટ્વિટ
સૌથી પહેલા ફિલ્મ ડાયરેક્ટર શૂજિત સરકારે એક ટ્વિટ દ્વારા ઈરફાનના નિધન વિશે માહિતી આપી હતી. ડાયરેક્ટરે ટ્વિટ કરીને લખ્યુ, 'મારા પ્યારા દોસ્ત ઈરફાન તુ લડ્યો.. લડ્યો અને બહુ જ લડ્યો..મને તારા પર હંમેશા ગર્વ અનુભવીશ. શાંતિ અને ઓમ શાંતિ. ઈરફાન ખાન તને સલામ.'

અધિકૃત નિવેદન પણ જારી થયુ
ઈરફાન ખાનના નિધન વિશે અધિકૃત નિવેદન પણ જારી કરી દેવામાં આવ્યુ છે. આમાં લખવામાં આવ્યુ છે - મને વિશ્વાસ છે કે હું સરેન્ડર કરી ચૂક્યો છે. આ અમુક શબ્દો છે, જે ઈરફાને 2018માં પોતાના કેન્સર સામે લડવાની શરૂઆતમાં કહ્યા હતા.આ બહુ દુઃખ આપનારુ છે કે આપણે તેમના ન રહેવાના સમાચારને આગળ લાવવા પડી રહ્યા છે.

અંગ્રેજી ફિલ્મ છે છેલ્લી ફિલ્મ
બૉલિવુડના ટેલેન્ટેડ અભિનેતાઓમાં શામેલ ઈરફાન ખાનના આમ અચાનક જતા રહેવાથી તેમના ફેન્સ અને બૉલિવુડ સેલેબ્ઝ શોકમાં છે. બે વર્ષ પહેલા માર્ચ 2018માં ઈરફાનને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યુમર નામની બિમારી વિશે માલુમ પડ્યુ હતુ. વિદેશથી આ બિમારીનો ઈલાજ કરાવીને ઈરફાન ખાન ઠીક થઈ ગયા હતા. ત્યારબાદ તે ભારત આવ્યા અને અંગ્રેજી મીડિયમમાં કામ કર્યુ. આ ફિલ્મ ઈરફાનની જિંદગીની છેલ્લી ફિલ્મ છે.












Click it and Unblock the Notifications
