ગંભીર બીમારી થી પીડાઈ રહ્યા કેઆરકે, 1-2 વર્ષ જીવી શકશે

Posted By:
Subscribe to Oneindia News

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદોમાં રહેનાર કમાલ રાશિદ ખાન ફેન્સ માટે ખરાબ સમાચાર છે. કેઆરકે ઘ્વારા પોતાની તબિયત અંગે ચોંકાવી નાખે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમને ટ્વિટર પર પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું કે તેમને પેટમાં ત્રીજા સ્ટેજનું કેન્સર છે અને તેમની પાસે 1-2 વર્ષ જેટલો જ સમય બચ્યો છે. કેઆરકે ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે તેઓ કોઈનો પણ ફોન નહીં ઉઠાવે જે તેમને અનુભવ કરાવે કે તેઓ જલ્દી મરી રહ્યા છે.

ટ્વિટર પર પ્રેસ રિલીઝ કરીને માહિતી આપી

ટ્વિટર પર પ્રેસ રિલીઝ કરીને માહિતી આપી

ટ્વિટર પર પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું કે તેમને પેટમાં ત્રીજા સ્ટેજનું કેન્સર છે અને તેમની પાસે 1-2 વર્ષ જેટલો જ સમય બચ્યો છે. કેઆરકે ઘ્વારા કરવામાં આવેલા ખુલાસાથી બધા જ ચોંકી ગયા છે.

લખ્યું કે મારી સાથે જ મરી જશે મારી ઈચ્છાઓ

કેઆરકે ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ તેમની બે ઈચ્છા માટે દુઃખી છે. તેમની પહેલી ઈચ્છા છે કે તેઓ પ્રોડ્યૂસર રીતે એ-ગ્રેડ ફિલ્મ બનાવે અને બીજી ઈચ્છા છે કે તેઓ અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મમાં કામ કરે. પરંતુ હવે બંને ઈચ્છા અધૂરી રહી જશે.

હેરાન લોકો

હેરાન લોકો

કેઆરકે ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે તેઓ પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. કેઆરકે ઘ્વારા લખવામાં આવ્યું કે તમને બધાને પ્રેમ, ભલે તમે મને પ્રેમ કરે કે નફરત. કેઆરકે ની બીમારીએ લોકોને ચોંકાવી નાખ્યા છે.

English summary
Actor kamaal r khan says he has stomach cancer on 3rd stage may only live for 1-2 years

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.