#MeToo પૂર્વ મિસ ઈન્ડિયા: ગેટ ખોલતા જ નવાઝુદ્દીને મને જકડી લીધી અને પછી...

#MeToo અભિયાન હેઠળ બોલિવુડ સહિત તમામ સેક્ટરમાં યૌન શોષણ, છેડતીના ખુલાસા થઈ રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીની કથિત ગર્લફ્રેન્ડ નિહારિકા સિંહે સનસનીખેજ ખુલાસો કર્યો છે.

#MeToo અભિયાન હેઠળ બોલિવુડ સહિત તમામ સેક્ટરમાં યૌન શોષણ, છેડતીના ખુલાસા થઈ રહ્યા છે. યુવતીઓ આ અભિયાનની મદદથી હિંમત એકઠી કરી એ લોકોના નામ સામે લાવી રહી છે જેમણે કામના નામે તેમની પાસે સેક્સ્યુઅલ ફેવરની માંગ કરી. આ અભિયાનમાં ઘણા મોટા નામોનો ખુલાસો થઈ ચૂક્યો છે. હવે વધુ એક બોલિવુડ એક્ટરનું નામ સામે આવ્યુ છે. હવે આ કડીમાં નવાઝુદ્દીન સિદ્દીકીની કથિત ગર્લફ્રેન્ડ નિહારિકા સિંહે સનસનીખેજ ખુલાસો કર્યો છે. પૂર્વ મિસ ઈન્ડિયા નિહારિકાએ નવાઝુદ્દીન સિદ્દીકી પર ગંભીર આરોપ લગાવ્યો છે.

પૂર્વ મિસ ઈન્ડિયાએ કર્યો ખુલાસો

પૂર્વ મિસ ઈન્ડિયાએ કર્યો ખુલાસો

પૂર્વ મિસ ઈન્ડિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીની એક્સ ગર્લફ્રેન્ડ નિહારિકાએ પત્રકાર સંધ્યા મેનનના ટ્વિટ દ્વારા પોતોના અનુભવો શેર કર્યા છે. નિહારિકાએ પોતાના કથિત બોયફ્રેન્ડ નવાઝુદ્દીન સિદ્દીકી, ભૂષણ કુમાર અને સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. નિહારિકાએ લખ્યુ છે કે એક સવારે જ્યારે હું ઘરે હતી, નવાઝ આખી રાત શૂટિંગ બાદ ફ્રી થયા હતા. મે તેમને બ્રેક ફાસ્ટ પર બોલાવ્યા પરંતુ જેવો મે ગેટ ખોલ્યો તો તેમણે મને જકડી લીધી. તે મને કિસ કરવા લાગ્યા પરંતુ ઘણી ધક્કા-મુક્કી કર્યા બાદ હું તેમની પકડમાંથી છૂટી. બાદમાં બંનેના સંબંધમાં તિરાડ પડી ગઈ.

નિર્માતા ભૂષણ કુમાર પર પણ આરોપ

નિર્માતા ભૂષણ કુમાર પર પણ આરોપ

નિહારિકાએ પોતાનો મોડલ બનવાનો અનુભવ શેર કરતા એકટ્રેસ તરીકે પોતાને સ્થાપિત કરવા માટેના પડકારોનો ઉલ્લેખ કર્યો છે. નિહારિકાએ લખ્યુ છે કે જ્યારે તેમને પહેલી ફિલ્મ ઓફર થઈ તો નિર્માતા ભૂષણ કુમારે તેમને પોતાની ઓફિસ બોલાવી અને પોતાની ફિલ્મ ‘અ ન્યૂ લવ સ્ટોરી' માટે સાઈન કરી. તેમને એક કવર આપ્યુ જેમાં 1000 નોટ હતી. મોડી રાતે ભૂષણ કુમારે નિહારિકાને મેસેજ કર્યો કે ‘હું તારા વિશે હજુ વધુ જાણવા માંગુ છુ. સાથે કંઈક સમય ગાળીએ.' નિહારિકાએ જણાવ્યુ કે તેણે આ મેસેજના જવાબમાં લખ્યો કે ‘જરુર, ડબલ ડેટ પર જઈએ છે. તમે તમારી પત્નીને લાવો અને હું મારા બોયફ્રેન્ડને લાવીશ.' નિહારિકા જણાવે છે કે ત્યારબાદ ભૂષણ કુમારનો કોઈ રિપ્લાય ન આવ્યો.

ખતમ કરી દીધા સંબંધો

ખતમ કરી દીધા સંબંધો

2005માં મિસ ઈન્ડિયાનો તાજ મેળવનારી નિહારિકા કહે છે કે નવાઝે મને કહ્યુ કે તેમનુ સપનુ છે કે પરેશ રાવલ અને મનોજ વાજપેયીની જેમ તેમની પત્ની પણ મિસ ઈન્ડિયા કે એક્ટ્રેસ હોય. તેમણે કહ્યુ કે પરંતુ જ્યારે મને ખબર પડી કે તે ખોટુ બોલી રહ્યા છે તો તેમણે પોતાના સંબંધો ખતમ કરી દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X