જુઠાણું પડ્યું ભારે, અભિનેતા રાજપાલ યાદવ જેલમાં!
નવી દિલ્હી, 3 ડિસેમ્બર : દિલ્હી હાઈકોર્ટે બૉલીવુડ અભિનેતા અને કૉમેડી કિંગ રાજપાલ યાદવ તેમજ તેમના પત્ની વિરુદ્ધ દાખલ કરાયેલ વિશ્વાસઘાત અંગેના એક કેસમાં રાજપાલ યાદવને દસ દિવસ માટે જેલ મોકલી આપ્યાં છે. તેમને 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.

રાજપાલ યાદવ સામે ખોટુ નિવેદન આપવા તેમજ ખોટુ ઇકરારનામુ દાખલ કરવાનો આરોપ છે. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ અતા પતા લાપતાના નિર્માણ માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કમ્પની પાસેથી વર્ષ 2010માં પાંચ કરોડ રુપિયાનું ધિરાણ લીધુ હતું, પણ તે નક્કી સમયમર્યાદામાં પરત નહીં કર્યાં.












Click it and Unblock the Notifications
