સડક 2- રિલીઝ પહેલા જ લિક થયો આલિયા ભટ્ટનો રોલ
સડક 2- રિલીઝ પહેલા જ લિક થયો આલિયા ભટ્ટનો રોલ
સંજય દત્ત, પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ સડકના સીક્વલને લઈ ચર્ચા છે અને સડક 2માં આલિયા ભટ્ટ ધમાકો કરતી જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મને લઈ એલાન કરવામાં આવ્યું હતું અને આલિયા ભટ્ટ આની તૈયારીમાં લાગી ગઈ છે. જો કે સંજય દત્ત પહેલેથી જ આ અંગે તૈયારી શરૂ કરી ચૂક્યો છે. આ બંને ઉપરાંત આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને પૂજા ભટ્ટ પણ જોવા મળશે. હવે જે સામે આવ્યું છે તે ભારે ચંકાવનાર છે કેમ કે ફિલ્મમાં આલિયા ભટ્ટના કેરેક્ટરનો ખુલાસો થઈ ચૂક્યો છે. મુંબઈ મિરર મુજબ આલિયા ભટ્ટ આ ફિલ્મમાં એક એવી છોકરીના રોલમાં છે જે એક ઢોંગી બાબાના ઢંગનો પર્દાફાશ કરતી જોવા મળશે.

લિક થયો આલિયા ભટ્ટનો રોલ
આ કામમાં સંજય દત્ત તેની મદદ કરશે. મતલબ કે આલિયા એકદમ નવો રોલ નિભાવવા માટે તૈયાર છે. હાલમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ કલંક રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મે દર્શકોને નિરાશ કર્યા છે. હવે આ ફિલ્મથી તેના ફેન્સને વધુ ઉમ્મીદ છે. જો કે તે બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

હાઉસફુલ 4
હાઉસફુલ 4 પણ રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ફરીથી બૉબી દેઓ જોવા મળશે.

હેરા ફેરી 3
ફિલ્મ હેરા ફેરી 3ને લઈ ચર્ચા છે અને ખબર છે કે જલદી જ ફિલ્મની સાથે ધમાકો થનાર છે.

કુલી નંબર 1 રિમેક
કુલી નંબર 1 રિમેક બની રહી છે અને તેમાં ગોવિંદાની જગ્યાએ વરુણ ધવન જોવા મળશે.

કંચના
કંચનાની રીમેક હિન્દીમાં બની રહી છે અને તેમાં અક્ષય કુમાર જોવા મળશે.

સ્ટૂડેન્ટ ઑફ ધી યર 2
સ્ટૂડન્ટ ઑફ ધી યર 2ને લઈ ટાઈગર, તારા અને અનન્યા ભારે મહેનત કરી રહ્યા છે.

દબંગ 3
સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 આ વર્ષે જ ડિસેમ્બરમાં રિલીઝ થનાર છે.












Click it and Unblock the Notifications
