દીપિકા ફરી બની નૈના : જુઓ સ્ટાઇલિશ આઈવૅર ફોટોશૂટ

મુંબઈ, 25 એપ્રિલ : બૉલીવુડમાં હાલમાં ટોચ ઉપર ચાલતા અભિનેત્રી દીપિકા પાદુકોણે એક સાથે ચાર-ચાર સુપર હિટ ફિલ્મો આપ્યા બાદ સફળતાના શિખરે છે અને એટલે જ તો દીપિકાની ડિમાંડ દરેક ક્ષેત્રે છે. એડવર્ટાઇઝથી લઈ જાહેર ઇવેંટ્સ હોય કે પછી મૅગેઝીનોના કવર પેજ હોય. દીપિકા પાદુકોણે ક્યાંકને ક્યાંક ભટકાઈ જ જાય છે.

દીપિકા પાદુકોણે વર્ષ 2013માં રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ચાર સુપર હિટ ફિલ્મો આપી અને આ સાથે જ દીપિકા ગત વર્ષના ટોચના અભિનેત્રી સાબિત થયાં. એટલુ જ નહીં, વર્ષ 2013ની સફળતાએ દીપિકા માટે બૉલીવુડમાં 2014ને પણ સ્વર્ણિમ બનાવવાના દ્વાર ખોલી આપ્યાં છે. દીપિકા પાદુકોણે હાલમાં ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં કામ કરી રહ્યાં છે કે જેમાં તેમના હીરો શાહરુખ ખાન છે. દીપિકાની શાહરુખ સાથે ઓમ શાંતિ ઓમ અને ચેન્નઈ એક્સપ્રેસ બાદ આ ત્રીજી ફિલ્મ હશે.

દીપિકાની ડિમાંડ બૉલીવુડમાં સતત વધતી જાય છે, તો મૅગેઝીનો અને એડ જગતમાં પણ હાલમાં દીપિકા પાદુકોણેની ખૂબ માંગ છે. અનેક મૅગેઝીનોના કવર પેજને શોભાવનાર દીપિકા પાદુકોણે હવે ટુંકમાં જ વૉગ મૅગેઝીનના કવર પેજને શોભાવવાનાં છે. દીપિકા પાદુકોણે હાલમાં રણવીર સિંહ સાથેના અફૅરના કારણે પણ ચર્ચામાં છે.

દીપિકાએ વૉગ મૅગેઝીનના આઈવૅર સ્પેશિયલ એડિશન માટે એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. ચાલો જોઇએ તસવીરો :

દીપિકાનું આઈવૅર ફોટોશૂટ

દીપિકાનું આઈવૅર ફોટોશૂટ

દીપિકા પાદુકોણેએ તાજેતરમાં જ વૉગ મૅગેઝીન માટે આઈવૅર ફોટોશૂટ કરાવ્યું છે.

યાદ આવી નૈના

યાદ આવી નૈના

દીપિકા પાદુકોણેનું આ ફોટોશૂટ જોઈ ફરી એક વાર યે જવાની હૈ દીવાની ફિલ્મની નૈના યાદ આવી જાય છે.

સુપરહિટ ફિલ્મ

સુપરહિટ ફિલ્મ

દીપિકા પાદુકોણેની યે જવાની હૈ દીવાની ફિલ્મ સુપરહિટ રહી હતી અને નૈનાના પાત્રના પણ બહુ વખાણ થયા હતાં.

રણબીર સાથે

રણબીર સાથે

યે જવાની હૈ દીવાની ફિલ્મ રણબીર કપૂર સાથે હતી અને અગાઉના અફૅરના કારણે દીપિકાની આ ફિલ્મને ઘણો ફાયદો થયો હતો.

ટોચની અભિનેત્રી

ટોચની અભિનેત્રી

દીપિકા પાદુકોણે વર્ષ 2013માં ટોચના અભિનેત્રી રહ્યાં. તેમની યે જવાની હૈ દીવાની પહેલા રેસ 2 અને પછી ચેન્નઈ એક્સપ્રેસ તેમજ રામલીલા ફિલ્મો હિટ રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X