For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉલીવુડના ઈઝી રાઇડર સ્ટાર કરેન બ્લૅકનું નિધન

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 9 ઑગસ્ટ : કૅંસર સામે ઝઝુમી રહેલાં હૉલીવુડ અભિનેત્રી કરેન બ્લૅકનું નિધન થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતાં. ગુરુવારે તેમણે છેલ્લા શ્વાસ લીધાં.

karen-black

કરેનના પતિ સ્ટીફન એક્લેબૅરીએ પત્નીના નિધનના આ સમાચાર પોતાના ફેસબુક પેજ ઉપર આપ્યાં. પોતાની પોસ્ટમાં સ્ટીફને લખ્યું - ઈઝી રાઇડર સ્ટાર નો મોર. ભારે દુઃખ સાથે આપને બતાવી રહ્યો છું કે મારા પત્ની તથા મારા પ્રિય મિત્ર હવે આપણી વચ્ચે નથી. કરેન બ્લૅકનું થોડીક મિનટ પહેલા જ નિધન થઈ ગયું. આપના પ્રેમ તથા પ્રાર્થનાઓ માટે બહુ આભાર કે જે અમારા બંને માટે મહત્વ ધરાવે છે.

કરેન બ્લૅકને કૅંસર હોવાનું નિદાન નવેમ્બર 2010માં થયુ હતું. સોથી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર હૉલીવુડ અભિનેત્રી કરેન બ્લૅકને 1970માં આવેલી ફિલ્મ ફાઇવ ઈઝી પીસેસમાં ભજવાયેલ રૅયેટે ડીપેસ્ટોથી પ્રસિદ્ધી મળી હતી. આ ફિલ્મ માટે તેમને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેનો એકેડેમી ઍવૉર્ડનું નૉમિનેશન પણ મળ્યું. પાંચ દાયકાના કૅરિયરમાં બ્લૅકે ધ ગ્રેટ ગેટ્સબાયમાં પણ કામ કર્યું કે જેના માટે તેમને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ મળ્યો તથા ધ ડે ઑફ ધ લૉકસ્ટ તેમજ નૅશવિલેમાં પણ કામ કર્યુ હતું.

English summary
Hollywood actress Karen Black lost her battle to cancer, and breathed her last here Thursday. She was 74.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X