ડ્રગ્સ કેસમાં અભિનેત્રી રકુલપ્રીત સિંહ ED ઓફિસ પહોંચી

ચાર વર્ષ પહેલા તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ આ મામલે તપાસ કરી રહી છે. ઇડી ડ્રગ્સ રેકેટમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહી છે.

હૈદરાબાદ : ચાર વર્ષ પહેલા તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ આ મામલે તપાસ કરી રહી છે. ઇડી ડ્રગ્સ રેકેટમાં મની લોન્ડરિંગ એંગલની તપાસ કરી રહી છે. અભિનેત્રી રકુલપ્રીત સિંહ આ કેસમાં પૂછપરછ માટે શુક્રવારના રોજ (03 સપ્ટેમ્બર) હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસ પહોંચી છે.

Rakulpreet Singh

ડ્રગ્સ કેસમાં એનસીબી મુંબઈમાં રકુલપ્રીત સિંહની પૂછપરછ કરી ચૂકી છે. તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ડ્રગ રેકેટ કેસમાં અભિનેત્રી રકુલપ્રીત સિંહને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. આ કેસમાં ED એ તાજેતરમાં જ પ્રખ્યાત નિર્દેશક પુરી જગન્નાથની પૂછપરછ કરી છે.

આ કેસમાં ગત અઠવાડિયે ED એ ટોલીવૂડ સાથે સંકળાયેલા 10 લોકોને ડાયરેક્ટર પુરી જગન્નાથ અને રકુલપ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી સહિતના લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. રકુલપ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી, રવિ તેજા, ચાર્મી કૌર, નવદીપ, મુમિત ખાન જેવા મોટા નામોને 31 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર વચ્ચે પૂછપરછ માટે આવવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય તનીશ, નંદુ અને અભિનેતા રવિ તેજાના ડ્રાઈવર શ્રીનિવાસને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ ડ્રગ રેકેટનો 2 જુલાઈ, 2017ના રોજ પર્દાફાશ થયો હતો. જ્યારે કસ્ટમ અધિકારીઓએ એક સંગીતકાર અને અન્ય બેની રૂપિયા 30 લાખથી વધુ કિંમતના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ ચેટમાં અભિનેત્રી રકુલપ્રીત સિંહનું નામ પણ સામે આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં રિયાએ ઘણા બોલિવૂડ કલાકારોના નામ આપ્યા હતા. જેમાં રકુલપ્રીત સિંહનું નામ પણ શામેલ હતું. જો કે, રકુલપ્રીતે આ મામલે દિલ્હી હાઇકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો. રકુલપ્રીત સિંહે દિલ્હી હાઈકોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પોતાની સામે મીડિયા ટ્રાયલનો આરોપ લગાવ્યો છે અને તેને રોકવાની માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X