Video: રેખાએ પારખી ફોટોગ્રાફરની મસ્તી, પાછુ વળીને જોયુ તો તરત ભાગી
રેખાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અમિતાભ બચ્ચનનો એક ફોટો જોઈને કંઈક અલગ જ રિએક્શન આપી રહી છે.
બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રેખાના રોમાન્સની ચર્ચા ઘણીવાર મીડિયામાં છવાયેલી રહે છે. આજે પણ જો કોઈ ઈવેન્ટમાં બંને એકબીજાની સામે આવી જાય તો સમાચાર બની જાય છે. એક વાર ફરીથી રેખા સમાચારોમાં છે. વાસ્તવમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અમિતાભ બચ્ચનનો એક ફોટો જોઈને કંઈક અલગ જ રિએક્શન આપી રહી છે. રેખા ડબ્બુ રતનાનીના કેલેન્ડર લૉન્ચ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં તેમનું આ રિએક્શન મીડિયાના કેમેરામાં કેદ થઈ ગયુ.

ઈવેન્ટમાં બ્લેક ડ્રેસમાં પહોચી રેખા
મંગળવારે ડબ્બુ રતનાનીના કેલેન્ડર લૉન્ચ પ્રસંગે બોલિવુડની ઘણી મોટી મોટી હસ્તીઓ કાર્યક્રમમાં પહોંચી હતી. કાર્યક્રમમાં પહોંચેલી રેખા બ્લેક ડ્રેસમાં ઘણી સુંદર અને ગ્લેમરસ જોવા મળી રહી હતી. મીડિયાના કેમેરાની નજર જેવી રેખા પર પડી તો તેમનો ફોટો લેવા માટે હોડ જોવા મળી રહી હતી. મીડિયાના કેમેરાની નજર જેવી રેખા પર પડી તો તેમના ફોટા લેવા માટે હોડ શરૂ થઈ ગઈ. આ દરમિયાન રેખા ડબ્બુ રતનાની અને બાળકો સાથે અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરવા લાગી. ત્યારબાદ ત્યાં હાજર ફોટોગ્રાફરે તેમને સિંગલ પોઝ આપવા માટે કહ્યુ. સિંગલ પોઝ આપવા માટે રેખા જેવી આગળ વધી તો ફોટોગ્રાફરે તેમને થોડા આગળ આવવા માટે કહ્યુ. આનાથી રેખાને શંકા ગઈ.

અમિતાભનો ફોટો જોઈને આપ્યુ રિએક્શન
ફોટોગ્રાફરની મસ્તી સમજીને રેખાએ જેવુ પાછુ વળીને જોયુ તો ત્યાં અમિતાભ બચ્ચનનો ફોટો લાગેલો હતો. રેખાએ જેવો ફોટો જોયો તો એક જબરદસ્ત રિએક્શન આપીને તરત ત્યાંથી હટી ગયા. રેખાના ચહેરા પર એક શરમાતી સ્મિત આવી ગયુ અને તેમણે ઈશારાથી ફોટોગ્રાફરને તેમની મસ્તી પકડાઈ જવા વિશે જણાવ્યુ. જો કે ત્યાં સુધી મીડિયાના કેમેરા તેમનું આ રિએક્શન કેદ કરી ચૂક્યા હતા. રેખાના આ રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને યુઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યુ છે, ‘સિલસિલા મુવમેન્ટ.' વળી અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ, ‘હવે 100 ટકા સાબિત થઈ ગયુ છે કે એ બંને ક્યારેક સાથે હતા.' અન્ય એક યુઝરે વીડિયો પર કટાક્ષ કરતા કહ્યુ, ‘પ્લીઝ આ વીડિયોને કોઈ જયાજીને બતાવી દો.' તમને જણાવી દઈએ કે ડબ્બુ રતનાનીના કેલેન્ડર લૉન્ચ પ્રસંગે વિદ્યા બાલન, ટાઈગર શ્રોફ, કૃતિ સેનન, કાર્તિક આર્યન સહિત બોલિવુડના ઘણા દિગ્ગજ અભિનેતા પહોંચ્યા.












Click it and Unblock the Notifications
