અભિનેત્રી રિયા કુમારીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે?

રિયા કુમારીની હાવડા પાસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

પશ્ચિમ બંગાળના હાવડા પાસે ઈશા આલિયાના નામે જાણીતી અભિનેત્રી રિયા કુમારીની ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. હવે આ મામલે નવો વણાંક આવ્યો છે. પોલીસે રિયાની હત્યાના આરોપમાં તેના પતિની ધરપકડ કરી છે.

Rhea Kumari

રિયા કુમારી તેના પતિ અને પુત્રી સાથે કલકત્તા જઈ રહી હતી ત્યારે હાવડા પાસે હાઈવે પર ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. હત્યા બાદ તેના પતિએ કહ્યું હતું કે લુંટના ઈરાદે આવેલા કેટલાક લોકોએ રિયાની હત્યા કરી છે. હવે પોલીસે કહ્યું છે કે, આ કેસમાં રિયાના પતિની ધરપકડ કરાઈ છે. પોલીસ અનુસાર, પુછપરછ અને પરિવારની ફરિયાદના આધારે તેના પતિની ધરપકડ કરાઈ છે.

પોલીસે આ મુદ્દે આગળ જણાવ્યુ કે, ઈશા આલિયા એટલે કે રિયા કુમારીના પતિ સામે કલમ 302 હત્યા, 201 ખોટી માહિતી આપવી, 498A સ્ત્રી પ્રત્યે ક્રૂરતા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધાયો છે. તેમણે કહ્યું કે આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. રિયા કુમારી ઈશા આલિયાના નામથી જાણીતી હતી. તે એક યુટ્યુબર અને અભિનેત્રી છે.

આ પહેલા સામે આવેલી વિગતો અનુસાર, રિયા અને પતિ પ્રકાશ કુમાર તેની 2 વર્ષની પુત્રી સાથે હાઈવે 16 પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ વહેલી સવારે 6 વાગે બાથરૂમ જવા માટે રોકાયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ લુંટના ઈરાદે હુમલો કર્યો અને આ દરમિયાન ફાયરિંગમાં રિયાનું મોત થઈ ગયુ. આ લુટારૂઓ બંગાળીમાં વાત કરી રહ્યા હતા. ઘટના બાદ તેનો પતિ પ્રકાશ ત્રણ કિલોમીટર મદદ માટે ગયો હતો. અહીં તેને લોકોને આ વિગતો સંભળાવી હતી. હવે પોલીસે કહ્યું કે, ઘટનાની તપાસ કરાઈ રહી છે અને પતિની પુછપરછ કરાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X