Pics : બૉબી હતી બૉલીવુડની સૌથી યુવાન માતા

મુંબઈ, 20 મે : આજકાલની બૉલીવુડ અભિનેત્રીઓ લગ્ન તો કરી લે છે, પરંતુ માતા બનવાની ઉતાવળ કરતી નથી. જોકે તેમના સગર્ભા થવાની અટકળો સતત ચાલતી હોય છે. તેવી અભિનેત્રીઓમાં સૌથી ઉપર જે નામો છે તેમાં વિદ્યા બાલન અને કરીના કપૂર છે.

વિદ્યા બાલને સિદ્ધાર્થ રૉય કપૂર અને કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતાં અને બંનેના લગ્નને ખાસો સમય થઈ ગયો હોવા છતાં બંને અત્યાર સુધી માતા બની નથી. વિદ્યા બાલન અંગે તો તાજેતરમાં જ જોરદાર અટકળો ચાલી હતી કે તેઓ સગર્ભા છે અને હૉસ્પિટલના ચક્કર કાપે છે. બીજી બાજુ કરીના કપૂર અંગે પણ વારંવાર અફવાઓ ચાલતી હોય છે કે તેઓ સગર્ભા છે, પરંતુ વિદ્યા-કરીના બંને વારંવાર આવી તમામ અટકળો અને અફવાઓને ફગાવતાં રહ્યાં છે.

જોકે બૉલીવુડમાં અનેક એવી પણ અભિનેત્રીઓ છે જેમ કે શ્રીદેવી, હેમા માલિની, અમૃતા અરોરા કે જેઓ લગ્ન પહેલા જ સગર્ભા બન્યા હતાં. તો બૉલીવુડ સેલિબ્રિટીઓમાં અનેક એવી પણ છે કે જેઓ પોતાની વય કરતા બહુ પહેલા સગર્ભા બની અને બૉલીવુડના યુવાન માતા ગણાઈ. આવી હસ્તીઓમાં ટોચ ઉપર જેનું નામ લઈ શકાય, તો તે છે ડિમ્પલ કાપડિયા એટલે કે બૉબી કે જેઓ માત્ર 17 વર્ષની વયમાં માતા બની ગયા હતાં.

ચાલો સ્લાઇડર સાથે જોઇએ બૉલીવુડની યુવાન માતાઓ :

સારિકા

સારિકા

કમલ હસન સાથે લગ્ન કરનાર સારિકાને બે પુત્રીઓ શ્રુતિ અને અક્ષરા છે. સારિકાએ 26 વર્ષની વયે પ્રથમ દીકરી શ્રુતિને જન્મ આપ્યો હતો. જોકે હાલ કમલ-સારિકા જુદા થઈ ગયાં છે. શ્રુતિ અભિનેત્રી છે, તો અક્ષરા ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

નીતૂ સિંહ

નીતૂ સિંહ

બૉલીવુડમાં બાળ કલાકાર તરીકે કૅરિયર શરૂ કરનાર નીતૂ સિંહે 14 વર્ષની વયથી ઋષિ કપૂર સાથે ડેટિંગ શરૂ કર્યુ હતું. ઋષિ-નીતૂના જ્યારે લગ્ન થયાં, ત્યારે નીતૂ 21 વર્ષના હતાં. નીતૂએ આવતા જ વર્ષે દીકરી રિદ્ધિમા અને પછી દીકરા રણબીરને જન્મ આપ્યો.

હની ઈરાની

હની ઈરાની

સ્ક્રિપ્ટ રાઇટર હની ઈરાનીએ ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઇટર જાવેદ અખ્તર સાથે 22 વર્ષની વયે માર્ચ-1972માં લગ્ન કર્યા હતાં. તે જ વર્ષે હનીએ ઝોયાને જન્મ આપ્યો. પછી ફરહાન બે વર્ષ બાદ જન્મ્યાં. જોકે હની-જાવેદ પછીથી જુદા પડી ગયાં.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયાએ પોતાની પ્રથમ બૉલીવુડ ફિલ્મ બૉબી રિલીઝ થતા પહેલા જ 16 વર્ષની વયે તે વખતના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતાં. 1974માં ડિમ્પલે 17 વર્ષની વયે પ્રથમ દીકરી ટ્વિંકલને જન્મ આપ્યો હતો. ત્રણ વર્ષ બાદ ડિમ્પલે રિંકીને જન્મ આપ્યો હતો.

બબીતા

બબીતા

અભિનેત્રી બબીતાએ 1971માં રણધીર કપૂર સાથે લગ્ન કર્યા હતાં. તેમણે ત્રણ વર્ષ બાદ 26 વર્ષની વયે દીકરી કરિશ્માને જન્મ આપ્યો હતો.

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરે 1969માં ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતાં અને 25 વર્ષની વયે 1970માં સૈફ અલી ખાનને જન્મ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X