અદિતીની વિશ લિસ્ટમાં રણબીર-રણવીર-સુશાંત

મુંબઈ, 27 જૂન : બૉલીવુડમાં પાંચ ફિલ્મો કરી ચુકેલા અભિનેત્રી અદિતી રાવ હૈદરીની વિશ લિસ્ટમાં રણબીર-રણવીર-સુશાંતનો સમાવેશ થાય છે. પોતાની બહુમુખી પ્રતિભા રજૂ કરી ચુકેલાં અદિતીની આ વિશ લિસ્ટનો મતલબ એ છે કે તેઓ બૉલીવુડમાં જેવા હીરો સાથે કામ કરવા માંગે છે, તેમાં આ ત્રણેય સૌથી ઉપર છે.

sushant-ranveer-ranbir-aditi

અદિતીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું - મારી પાસે હકીકતમાં એવા લોકોની યાદી છે કે જેમની સાથે હું કામ કરવા માંગુ છું અને તે અંગે કામ કરી રહી છું. તેમણે જણાવ્યું - હું સુશાંત સિંહ રાજપૂત, રણબીર કપૂર, રણવીર સિંહ, અર્જુન કપૂર જેવા અભિનેતાઓ સાથે કામ કરવા માંગીશ. મારી પાસે લાંબી યાદી છે, કારણ કે અહીં અનેક સારા અભિનેતાઓ સારો રોલ કરી રહ્યાં છે અને તેથી મારા જેવી છોકરી માટે અહીં કામ કરવું રસપ્રદ બની ગયં છે.

દિલ્લી 6 ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અદિતી રાવ હૈદરીને યે સાલી ઝિંદગી, લંડન પેરિસ ન્યુયૉર્ક જેવી ફિલ્મોમાં મોટી ભૂમિકાઓ મળી છે. તેઓ રણબીર કપૂર અભિનીત સફળ ફિલ્મ રૉકસ્ટારમાં પણ દેખાઈ ચુક્યાં છે. તેમનું કૅરિયર યોગ્ય દિશામાં જઈ રહ્યું છે. અદિતી રાવ હૈદરી બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે આગામી ફિલ્મ બૉસમાં કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X