આર્થિક તંગી સામે લડી રહ્યા છે આદિત્ય નારાયણ, ખાતામાં માત્ર 18 હજાર રૂપિયા, વેચવી પડશે બાઈક
ગાયક અને હોસ્ટ આદિત્ય નારાયણ પણ આર્થિક તંગી સામે લડી રહ્યા છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના કારણે સામાન્યથી માંડીને ખાસ વ્યક્તિઓ પણ આર્થિક તંગીના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા સેલિબ્રિટી પણ કોરોના વાયરસના દોરમાં આર્થિક સંકટ સામે લડી રહ્યા છે. ગાયક અને હોસ્ટ આદિત્ય નારાયણ પણ આર્થિક તંગી સામે લડી રહ્યા છે. આદિત્ય નારાયણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે હવે તેમની પાસે પૈસા નથી, તેમની બધી જમા પુંજી ખર્ચ થઈ ચૂકી છે. એટલુ જ નહિ આદિત્ય નારાયણે કહ્યુ કે હવે મારા બેંક ખાતામાં માત્ર 18 હજાર રૂપિયા બચ્યા છે અને જો ઓક્ટોબર મહિનામાં કામ કરવાનુ શરૂ ન કર્યુ તો મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વેચવી પડી શકે છે બાઈક
તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણે હાલમાં જ કહ્યુ હતુ કે તે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તે શ્વેતા સાથે આ વર્ષના અંતમાં લગ્ન કરવાના છે. બૉલિવુડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં આદિત્ય નારાયણે કહ્યુ કે તેમણે ક્યારેય નહોતુ વિચાર્યુ કે આ આખુ વર્ષ તે કામ નહિ કરે. પરંતુ જે રીતે લૉકડાઉન થયુ, તેના કારણે મારા બધા પ્લાન બદલાઈ ગયા. આદિત્યએ કહ્યુ કે સ્થિતિ ખરાબ થવાના કારણે તેમને ઘરનો સામાન પણ વેચવો પડી શકે છે. એટલુ જ નહિ આદિત્યએ કહ્યુ કે જો મે ઓક્ટોબર મહિનાાં કામ કરવાનુ શરૂ ન કર્યુ તો મારે મારી બાઈક વેચવી પડશે.

આખી બચત ખર્ચાઈ ગઈ
આદિત્યએ કહ્યુ કે મારી બધી બચત ખતમ થઈ ચૂકી છે. હવે મારા બેંક ખાતામાં માત્ર 18 હજાર રૂપિયા બચ્યા છે. હું લૉકડાઉન દરમિયાન મારા બધા પૈસા જે મે મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા હતા, તેને પણ મે કાઢી લીધા હતા. મારે મારો ખર્ચો કાઢવા માટે બધી બચત કાઢવી પડી. આદિત્યએ એ પણ કહ્યુ કે હું બિલિયોનેર નથી, હવે મારી પાસે બચતના નામે કંઈ જ નથી. માત્ર 18 હજાર રૂપિયા મારા ખાતામાં બચ્યા છે.

10 વર્ષથી રિલેશનમાં છે આદિત્ય
ઉલ્લેખનીય છે કે હાલમાં જ આદિત્યએ એલાન કર્યુ હતુ કે તે આ વર્ષના અંત સુધી પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવાના છે. આદિત્ય છેલ્લા 10 વર્ષોથી શ્વેતાસાથે રિલેશનશિપમાં છે. બંનેની મુલાકાત ફિલ્મ શાપિતના સેટ પર થઈ હતી. બંને ત્યારથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આદિત્યએ કહ્યુ કે મારા માતાપિતા શ્વેતાને જાણે છે, એ તેમને ખૂબ જ ગમે છે, હું ખુશ છુ કે મને શ્વેતા સોલમેટ તરીકે મળી.












Click it and Unblock the Notifications
