For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગર આદિત્ય નારાયણ બન્યા પિતા, ઈન્સ્ટા પર ખુશખબરી શેર કરીને કહ્યુ - મારી ઈચ્છા હવે પૂરી

આદિત્ય નારાયણી પત્ની શ્વેતા અગ્રવાલે એક દીકરીને જન્મ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સિંગર અને એક્ટર આદિત્ય નારાયણે 2020ના અંતમાં પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. હવે એક વર્ષ બાદ તેમના ઘરે ખુશખબરી આવી છે જ્યાં શ્વેતાએ એક દીકરીને જન્મ આપ્યો છે. આદિત્યએ ખુદ આ ખુશખબરીને ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સ સાથે શેર કરી છે. સાથે જ દીકરાના જન્મ પર ખુશી વ્યક્ત કરી. ત્યારબાદ તેને સતત ફિલ્મી હસ્તીઓથી અભિનંદન મળી રહ્યા છે.

લગ્નના ફોટા સાથે લખ્યો મેસેજ

લગ્નના ફોટા સાથે લખ્યો મેસેજ

મીડિયા રિપોર્ટસ મુજબ શ્વેતાએ 24 ફેબ્રુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો પરંતુલ નારાયણ પરિવારે આ વાત સિક્રેટ રાખી. હવે 10 દિવસ પછી આ ખુશખબરી ફેન્સ સાથે શેર કરી છે. આદિત્યએ પોતાના લગ્નના ફોટો શેર કરીને લખ્યુ કે શ્વેતાએ 24-2-2022એ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. આ પોસ્ટ પર તેને ઘણા સ્ટાર્સે અભિનંદન આપ્યા છે.

દીકરીની હતી ઈચ્છા

દીકરીની હતી ઈચ્છા

વળી, બૉમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આદિત્યએ કહ્યુ કે જ્યારે પણ કોઈ મને મળતુ તો એ જ કહેતા કે છોકરો થશે પરંતુ દિલથી મારી ઈચ્છા હતી કે છોકરી હતી. તેમને લાગે છે કે પિતા દિકરીની ઘણી નજીક હોય છે. જો કે, એ અને શ્વેતા હવે માતાપિતા બનીને ઘણા ખુશ છે. આદિત્યના જણાવ્યા મુજબ જ્યારે શ્વેતાની ડિલીવરી થઈ રહી હતી ત્યારે તે એની સાથે હાજર હતા. એવામાં હવે શ્વેતા માટે તેમના મનમાં પ્રેમ અને સમ્માન વધી ગયુ છે.

દીકરીને આ નામથી બોલાવી રહ્યા છે

દીકરીને આ નામથી બોલાવી રહ્યા છે

આદિત્ય અને શ્વેતા પહેલા બાળકને લઈને ઘણા એક્સાઈટેડ હતા. મહિના પહેલા બંનેએ મેટરનિટી શૂટ પણ કરાવ્યુ હતુ. જેના ફોટા તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ ઉપરાંત પણ શ્વેતાએ પોતાના બેબી શાવરના ફોટા શેર કર્યા હતા. હવે દીકરીના જન્મથી નારાયણ પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. હજુ સુધી બાળકીનુ નામ રાખવામાં આવ્યુ નથી પરંતુ તેને બધા એંજલ કહીને બોલાવી રહ્યા છે.

English summary
Aditya Narayan wife Shweta Agarwal blessed with daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X