Pics : નવા સબૂતોથી રઘવાયા આદિત્ય, મહિલા રિપોર્ટરનો હાથ તોડ્યો

મુંબઈ, 9 ઑક્ટોબર : જિયા ખાન આત્મહત્યા કેસમાં આરોપી સૂરજ પંચોલીના પિતા તેમજ અભિનેતા આદિત્ય પંચોલીએ આજે એક મહિલા રિપોર્ટર સાથે મારઝુડ કરી તેનો હાથ તોડી નાંખ્યો.

મળતી માહિતી મુજબ આદિત્ય પંચોલીએ જે મહિલા રિપોર્ટર સાથે મારઝુડ કરી અને તેનો હાથ તોડ્યો, તે મહિલા રિપોર્ટર ઝી ગ્રુપની છે. કહે છે કે આ મહિલા રિપોર્ટર આદિત્ય પંચોલીને જિયા ખાન આત્મહત્યા કેસ અંગે કેટલાક સવાલ કરવા માંગતી હતી, પરંતુ આદિત્ય પંચોલીએ દર વખતની જેમ આ વખતે પણ દુર્વ્યવાર કર્યો અને આ મહિલા રિપોર્ટરનો હાથ તોડી નાંખ્યો.

નોંધનીય છે કે આદિત્ય પંચોલી અગાઉ પણ પોતાના દુર્વ્યવહાર અંગે ચર્ચામાં રહ્યાં છે અને તેમની સામે પોલીસમાં કેસ પણ થયેલો છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં જિયાના માતા રાબિયા ખાન દ્વારા નવા સબૂતો રજુ કરાતાં કદાચ આદિત્ય પંચોલી ખિન્ન થઈ ગયાં છે, કારણ કે આ નવા સબૂતો આદિત્યના પુત્ર સૂરજ પંચોલી ફરતે ગાળિયો વધુ મજબૂત કરી શકે છે.

આવો તસવીરો સાથે જાણીએ આદિત્ય પંચોલીના અગાઉના આવા જ કૃત્યો :

મહિલા રિપોર્ટરનો હાથ તોડ્યો

મહિલા રિપોર્ટરનો હાથ તોડ્યો

આદિત્ય પંચોલીએ ગઈકાલે એક મહિલા રિપોર્ટરના જિયા ખાન આત્મહત્યા કેસ અંગેના સવાલ પર તેનો હાથ તોડી નાંખ્યો.

રેપનો પ્રયત્ન

રેપનો પ્રયત્ન

આદિત્ય પંચોલી ઉપર અભિનેત્રી પૂજા બેદીની નોકરાણી સાથે છેડતી અને બળાત્કાર કરવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો છે.

કંગના સાથે લિવ ઇન રિલેશન

કંગના સાથે લિવ ઇન રિલેશન

આદિત્ય પંચોલી પોતાનાથી અડધી ઉંમરની છોકરી કંગના રાણાવત સાથે થોડા સમય માટે લિવ ઇન રિલેશનમાં રહ્યાં હતા તે પરણિત છે અને બે બાળકોના પિતા છે.

નિર્માતાઓ સાથે ગેરવર્તણૂંક

નિર્માતાઓ સાથે ગેરવર્તણૂંક

આદિત્ય પંચોલી પર ઘણીવાર નિર્માતાઓ સાથે ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે. દારૂ પીને ગાળા-ગાળી કરવી આદિત્ય પંચોલી માટે સામાન્ય વાત છે.

કંગનાને શારીરિક નુકસાન

કંગનાને શારીરિક નુકસાન

આદિત્ય પંચોલી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે જ્યારે તે લિવ ઇન રિલેશનશિપમાં કંગના રાણાવત સાથે હતો તો તેને ઘણીવાર કંગના રાણાવતને શારીરિક નુકશાન પહોંચાડ્યું હતું.

નવા સબૂતો

નવા સબૂતો

આદિત્ય પંચોલી પર અભિનેત્રી જિયા ખાનની માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો છે કે આદિત્ય પંચોલી ઇચ્છતા ન હતા કે સૂરજ-જિયા લગ્ન ન કરે જેથી તેમને ઘણીવાર જિયા પર હાથ ઉઠાવ્યો હતો. હવે તો રાબિયાએ નવા સબૂતો પણ રજૂ કર્યા છે. તેથી જ કદાચ આદિત્ય પંચોલીની ખિન્નતા વધી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X