પીકે પણ ક્રિસમસે રિલીઝ થશે, પણ અજય-અક્ષય કેમ થયાં ખુશ?

મુંબઈ, 21 જાન્યુઆરી : કદાચ આ ફિલ્મ ધૂમ 3ની જ અસર છે કે જેના કારણે આ આમિર ખાનની આગામી ફિલ્મ પીકેની ડેટ્સ ચેંજ કરી દેવામાં આવી છે. હવે પીકે ફિલ્મ 6ઠી જૂને નહીં, પણ 25મી ડિસેમ્બરે એટલે કે ક્રિસમસે રિલીઝ થશે. આમિર ખાને આમ કેમ કર્યું, તે તો ખબર નથી, પણ આમિરના આ નિર્ણય બાદ અક્ષય કુમાર તથા અજય દેવગણ ખુશખુશાલ થઈ ગયાં છે, કારણ કે 1લી મેના રોજ અક્ષયની ફિલ્મ હૉલિડે અને અજયની ફિલ્મ એક્શન જૅક્સન રિલીઝ થવાની છે.

અજય-અક્ષયને તેમની ફિલ્મો એક સાથે રિલીઝ થવા સામે કોઈ વાંધો કે ભય નથી, પરંતુ તેમને આમિરની ફિલ્મ સામે ભય હતો, કારણ કે બંનેને લાગે છે કે આમિર ખાનની ફિલ્મ તેમના બિઝનેસ ઉપર અવળી અસર નાંખી શકે છે. જોકે પીકે અને હૉલિડે તથા એક્શન જૅક્સન વચ્ચેની રિલીઝમાં એક માસ કરતા વધુનો અંતર હતો.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

નિર્માતા-દિગ્દર્શક હીરાણી

નિર્માતા-દિગ્દર્શક હીરાણી

પીકે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક રાજકુમાર હીરાણી છે.

પહેલી વાર અનુષ્કા

પહેલી વાર અનુષ્કા

શાહરુખ ખાન સાથે રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અનુષ્કા શર્મા પહેલી વાર આમિરના હીરોઇન બન્યાં છે. કહે છે કે બંનેનું લાંબુ લિપલૉક સીન પણ છે.

શરાબી આમિર

શરાબી આમિર

પીકે ફિલ્મમાં આમિર ખાન દારૂડિયાની ભૂમિકા ભજવી રહ્યાં છે કે જે ભગવાનને ગાંડાની જેમ શોધે છે અને એક દિવસ તેની શોધ પૂરી થઈ જાય છે.

ભોજપુરી ભાષા

ભોજપુરી ભાષા

પીકે ફિલ્મમાં આમિર ખાન ભોજપુરી ભાષા બોલવાનાં છે અને તે માટે તેઓ ભાષા શીખી પણ રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહ્યું છે.

અજય-અક્ષય ખુશ

અજય-અક્ષય ખુશ

આમિર ખાનને ક્રિસમસ ફળી છે, કારણ કે ગત વર્ષે ક્રિસમસે રિલીઝ થયેલી તેમની ધૂમ 3 ફિલ્મે રેકૉર્ડ બ્રેક કમાણી કરી છે અને એટલે જ તેમણે પીકેની રિલીઝ 6ઠી જૂનમાંથી ટાળી ક્રિસમસ કરી નાંખી છે. અજય દેવગણ અને અક્ષય કુમાર પીકેની રિલીઝ ડેટ આગળ વધતા ખુશખુશાલ છે.

હૉલિડે

હૉલિડે

અક્ષય કુમારની ફિલ્મ હૉલિડે 1લી મેએ રિલીઝ થવાની છે અને તેમાં તેમના હીરોઇન છે સોનાક્ષી સિન્હા. ફિલ્મનું શૂટિંગ પુરજોર ચાલી રહ્યું છે.

એક્શન જૅક્સન

એક્શન જૅક્સન

અજય દેવગણની એક્શન જૅક્સન ફિલ્મ પણ 1લી મેએ રિલીઝ થવાની છે અને તેમાં પણ હીરોઇન સોનાક્ષી સિન્હા જ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X