હવે પૂનમ પાન્ડેએ ઉડાવી જાડી છોકરીઓની ઠેકડી

બેંગલુરૂ, 4 ઑક્ટોબર : જે દેશના નેતાઓ પાતની નૈતિક જવાબદારીઓ ન સમજે, ત્યાં બીજા લોકો કે સેલિબ્રિટીઝ પાસેથી શું આશા રાખી શકા. મહિલાઓ વિરુદ્ધ કેન્દ્રીય કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસવલાના અભદ્ર નિવેદન બાદ હવે કિંગફિશર મૉડેલ પૂનમ પાન્ડેએ જાડી છોકરીઓની ઠેકડી ઉડાવી છે. પૂનમે પોતાના ફેસબુક ફૅનપેજ પર એક જાડી દુલ્હન અને પાતળા દુલ્હાની ફોટો નાંખી છે. તેની ઉપર લખ્યું છે ‘ઔર કરો ફેસબુક પર પ્રપોઝ!'

Poonam Fb Post

પૂનમની આ પોસ્ટ 19 કલાકમાં 353 લોકોએ શૅર કરી અને 187 લોકોએ તેની ઉપર કૉમેન્ટ કરી છે, તો 1,018 લોકોએ ફોટો લાઇક કર્યો છે. એટલે કે પૂનમની મજાકમાં આ તમામ લોકો પણ શામેલ છે.

અખિલ ભારતીય અધિકાર સંગઠનના પ્રમુખ ડૉ. આલોક ચાંટિયાએ અંગે જણાવ્યું કે આ પૂનમ પાન્ડેની અજ્ઞાનતા દર્શાવે છે. કદાચ તેમને ખબર નહિં હોય કે એક ગરીબ એક ગરીબ બાપ ઉપર ત્યારે શું વીતે છે જ્યારે તેની દીકરીના લગ્ન માત્ર જાડાઈને કારણે નથી થતાં. તે છોકરી ઉપર શું વીતતી હશે. આપણાં દેશના નીતિ-નિર્ધારકોએ જે નિયમો બનાવ્યાં છે તેમાં મહિલાઓનો સન્માન કરવાનું કહેવાયું છે. પૂનમે આ નિયમોનો ભંગ કર્યો છે.

અમારો પ્રશ્ન - માત્ર બે દિવસ અગાઉ જયસવાલે જણાવ્યુ હતું - પત્ની જ્યારે જુની થઈ જાય તો મજા જતી રહે છે. તેમનો વિરોધ થયો હતો. તેમની વિરુદ્ધ કેસ પણ નોંધાવાયો. હવે દેશના મહિલા સંગઠનો પૂનમ પાન્ડે વિરુદ્ધ કઈં કરશે? આપ પણ આપો પોતાનો અભિપ્રાય નીચે આપેલા કૉમેન્ટ બૉક્સમાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X