મિસિસ કરીના ખાન કરશે દબંગ 2નું આઇટમ નંબર
મુંબઈ, 8 ઑક્ટોબર : ચોંકી ગયા ને? પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ એવી વાત સામે આવી રહી છે કે દબંગ 2 ફિલ્મમાં કરીના કપૂરનું જબર્દશ્ત આઇટન નંબર હશે. તેનું શુટિંગ તે પોતાના લગ્ન પછી કરશે. હાલ તો તે પોતાના લગ્નને પગલે એક માસની રજા ઉપર છે અને લગ્ન પછી તરત જ સલમાન ખાન માટે પોતાનું આઇટમ નંબર શુટ કરશે કારણ કે સલમાન ખાન પોતાની ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવા માંગે છે.

અને કારણ કે કરીના સલમાનને નારાજ કરવા નથી માંગતી તેથી તે લગ્ન પછી તરત જ ગીતનું શુટિંગ કરશે. આ ગીતના કોરિયોગ્રાફર ફરહા ખાન હશે અને સંગીત સાજિદ-વાજિદનું હશે.
દબંગનું ફેમસ આઇટમ નંબર મુન્ની બદનામ હુઈ ગીત પણ ફરહા ખાને જ કોરિયોગ્રાફ કર્યુ હતું. આ આઇટમે સૌને માત આપી દીી હતી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કરીનાનું આ આઇટમ નંબર મલાયકા અરોરા ખાન ઉપર ભારે પડે છે કે નહિં?
નોંધનીય છે કે કરીના કપૂર સૈફ અલી ખાન સાથે લગ્ન કરવાની છે.












Click it and Unblock the Notifications
