નિક સાથે લગ્ન બાદ પ્રિયંકાએ હવે ફેન્સ સાથે શેર કર્યા આ Good News...
પ્રિયંકાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે વધુ એક સારા સમાચાર શેર કર્યા.
બોલિવુડની દેશી ગર્લ હવે હોલીવુડમાં પોતાના પગરણ માંડી ચૂકી છે. પ્રિયંકાને એક પછી એક નવી હોલીવુડ ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળી રહ્યો છે. નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા સતત સારી ઑફર્સ મળી રહી છે. તે આ ઑફર્સ દ્વારા એક્સપેરિમેન્ટ કરી રહી છે. પ્રિયંકાએ હાલમાં જ પોતાના ફેન્સ સાથે વધુ એક સારા સમાચાર શેર કર્યા. પ્રિયંકાને એક નવી હોલિવુડ ફિલ્મ મળી છે જેના સમાચાર તેણે પોતાના ફેન્સને ઈન્સ્ટાગ્રામ પર આપ્યા.

પ્રિયંકાએ આપ્યા ગુડ ન્યૂઝ
પ્રિયંકા ચોપડાએ પોતાના ફેન્સને સારા સમાચાર આપ્યા. હોલીવુડ ફિલ્મ મળવાના ગુડ ન્યૂઝ પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. તેણે ફિલ્મ વિશે પણ ચર્ચા કરી અને જણાવ્યુ કે તેની આવનારી ફિલ્મ એક વેડિંગ કૉમેડી હશે. ફિલ્મનું પ્રોડક્શન યુનીવર્સલ પિક્ચર્સ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડાની સાથે સાથે હોલીવુડ અભિનેત્રી મિંડી કેલિંગ લીડ રોલમાં છે.

શું લખ્યુ પ્રિયંકાએ
પ્રિયંકા ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ વિશે લખતા એક સ્ક્રીન શૉટ શેર કર્યો. તેણે લખ્યુ કે સારી કહાનીઓ કહેવા માટે બે મહિલાઓને તેમની કહાની તેમના જ અંદાજમાં સંભળાવવા માટે હવે લીલી ઝંડી મળી ગઈ. તેણે લખ્યુ કે કેલિંગ અને ડેન ગોર સાથે આ એક્સપિરીયન્સ અદભૂત છે.

ચોથી હોલીવુડ ફિલ્મ
તમને જણાવી દઈએ કે આ પહેલા પ્રિયંકા ચોપડાની 3 હોલીવુડ ફિલ્મો આવી ચૂકી છે. એબીસીની ક્વૉંટીકો સીરિઝ બાદ પ્રિયંકાએ અ કિ લાઈક જેક ફિલ્મમાં કામ કર્યુ. વળી, તેમણે બેવૉચ અને ઈઝન્ટ ઈટમાં બોલ્ડ અને રોમેન્ટિક ભૂમિકા નિભાવી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ ડિસેમ્બરમાં પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે ભારતીય પરંપરાઓ અનુસાર સાત ફેરા લીધા છે.
View this post on InstagramA post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on












Click it and Unblock the Notifications
