ટોપલેસ ફોટોશૂટ બાદ ઇશાની આ તસવીરો થઇ વાયરલ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા છેલ્લા થોડા દિવસોમાં પોતાની તસવીરોને લઇને સતત ચર્ચામાં છે. તેના ઓવર બોલ્ડ અને ટોપલેસ ફોટોશૂટ પર આનેક જાતની ટીક-ટિપ્પણી અને ચર્ચાઓ બાદ હવે ફરી એકવાર તેની નવી તસવીરો વાયરલ થઇ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર આ તસવીરો પોસ્ટ કરી છે.

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

ઇશા હાલ બાલીમાં વેકેશનની મજા માણી રહી છે. જ્યાંની તેણે આ સુંદર અને હોટ તસવીર સોશિયલ મીડિયા પર મૂકી છે. વ્હાઇટ બિકિનીમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. છેલ્લા ઘણા સમયથી તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરી રહી છે.

બાદશાહો

બાદશાહો

થોડા સમય પહેલાં જ ઇશાની 'બાદશાહો' રિલીઝ થઇ છે. આ ફિલ્મને લોકો વખાણી રહ્યાં છે. ફિલ્મમાં ઇશા ઉપરાંત ઇલિયાના ડિ'ક્રૂઝ, ઇમરાન હાશ્મી અને અજય દેવગણ પણ છે. આ ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ ઇશા પોતાના બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં આવી હતી.

નેટવર્કિંગમાં નથી માનતી

નેટવર્કિંગમાં નથી માનતી

આ 31 વર્ષીય બોલ્ડ એક્ટ્રેસે ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને ખરી ઓળખાણ મળી અક્ષય કુમારની ફિલ્મ 'રૂસ્તમ'થી. જેમાં તે નેગેટિવ રોલ ભજવતી જોવા મળી હતી. ઇશા ફિલ્મો મેળવવા માટે નેટવર્કિંગ નથી કરતી, પરંતુ તેનું માનવું છે કે જો તેની સરનેમ અલગ હોત, તો તેના કરિયરનો ગ્રાફ કંઇક અલગ જ હોત.

બોલિવૂડમાં હજુ પણ આઉટસાઇડર

બોલિવૂડમાં હજુ પણ આઉટસાઇડર

પીટીઆઇ સાથે આ અંગે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, 'મારા પિતા આર્મીમાં હતા અને આથી અમારે ખૂબ ટ્રાવેલ કરવું પડતું. હંમેશા નવા ફ્રેન્ડ્સના ગ્રુપમાં હું આઉટસાઇડર જેવી બની રહેતી. બોલિવૂડમાં પણ મને કંઇક એવું જ લાગે છે.'

લોકો મને એ રીતે જ ટ્રીટ કરે છે

લોકો મને એ રીતે જ ટ્રીટ કરે છે

'બોલિવૂડમાં હજુય એવા કેટલાક લોકો છે જે મને આઉટસાઇડરની જેમ ટ્રીટ કરે છે. તેઓ ભલે કંઇ કહે નહીં, પરંતુ એ વાસ્તુ તેમની બોડી લેંગ્વેજમાં આવી જાય છે. હું તેમની પર આરોપ ન મુકી શકું, કારણ કે મેં પણ તેમના ગ્રૂપમાં ભળવા માટે એટલો પ્રયત્ન નથી કર્યો અને મને ભળવું પણ નથી.'

કામ માટે કોઇની ખોટી ચાંપલુસી ન કરી શકું

કામ માટે કોઇની ખોટી ચાંપલુસી ન કરી શકું

'મને ઘણા લોકો સલાહ આપે છે કે, મારે બહાર નીકળવું જોઇએ, બધા લોકોને મળવું જોઇએ જેથી મને સારા પ્રોજેક્ટ કે ફિલ્મો મળે. મને નથી ખબર આ વસ્તુ કઇ રીતે કામ કરે છે. હું એવું કરી જ નથી શકતી. હું કામ મેળવવા માટે કોઇની ખોટી ચાંપલુસી નહીં કરી શકું.'

English summary
Have a look at the new bikini pictures of Esha Gupta as she is currently holidaying in Bali.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.