રણવીર સિંહ પછી હવે આ બૉલિવુડ સ્ટારે કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી સનસની
હવે કોરિયોગ્રાફર આદિલ ખાને ન્યૂડ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા રણવીર સિંહ હાલના દિવસોમાં પોતાના ન્યૂડ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. તેના આ ફોટોશૂટ અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ ફોટોશૂટ માટે બૉલિવુડની દુનિયા તેને સપોર્ટ કરી રહી છે. તો વળી, હવે કોરિયોગ્રાફર આદિલ ખાને ન્યૂડ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.

રણવીર સિંહ પછી આદિલે કરાવ્યુ ન્યૂડ ફોટોશૂટ
રણવીર સિંહે તાજેતરમાં જ પેપર મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. જેની તસવીરો અભિનેતાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીર બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. એક તરફ કેટલાક ફેન્સ રણવીર સિંહની ટીકા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને આના માટે સપોર્ટ પણ કરી રહ્યા છે. પરંતુ એક તરફ જ્યાં આ હંગામો ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો ત્યાં કોરિયોગ્રાફર આદિલ ખાને ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ અને કહ્યુ કે તે રણવીર સિંહ સાથે છે.

રણવીર સિંહના સપોર્ટમાં ઉતર્યા આદિલ
રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ બાદથી બૉલિવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ રીતે પોસ્ટ કરીને તેને આ માટે સપોર્ટ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે રણવીર સિંહનુ આ ફોટોશૂટ કોઈ મોટી વાત નથી અને તે જરાય ખોટુ પણ નથી. તો તે જ સમયે તેને યોગ્ય સાબિત કરવા માટે આદિલ ખાને ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ અને કહ્યુ કે તે રણવીર સિંહ સાથે છે.

સમુદ્ર કિનારે આપ્યા આવા પોઝ
ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતા આદિલ ખાન બીચ પર પોઝ આપતો જોવા મળે છે. આદિલ બીચ પર તેની દરેક તસવીરમાં ન્યૂડ જોવા મળે છે. આદિલ ખાન દરિયાની વચ્ચે મસ્તી કરતો જોવા મળે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આદિલે પોતાની જાતને માત્ર કપડાથી ઢાંકી દીધી છે. આદિલ સમુદ્રના મોજાઓ વચ્ચે પોતાના શરીરને ફ્લોન્ટ કરતો જોવા મળે છે. આ તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આદિલ તેના ન્યૂડ ફોટોશૂટને લઈને કેટલો કૉન્ફિડન્ટ છે.

રણવીર સિંહ માટે આદિલ ખાને લખ્યુ
આ તસવીરો શેર કરતાં આદિલે રણવીર સિંહ માટે કેપ્શન પર લખ્યુ, 'જો કોઈ પોતાની સ્કીનથી કમ્ફર્ટેબલ હોય. તો તેમને જે કરવુ હોય તે કરવાની સ્વતંત્રતા છે. રણવીર સિંહ તમે સ્ટાર છો.' આદિલ ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રણવીર સિંહ માટે આદિલ ખાનના આ સમર્થનને જોઈને ફેન્સ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા આદિલ ખાન
આદિલ ખાનની આ પોસ્ટ પર ફેન્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે કોમેન્ટ કરીને લખ્યુ, 'ઉર્ફીએ રણવીર પર અને રણવીર સિંહે આદિલ પર અસર કરી છે. વળી, કેટલાક લોકોએ આદિલને ટ્રોલ કર્યો અને તેને રણવીર સિંહનો ભાઈ પણ કહ્યો. જો કે, ઘણા ફેન્સને તેનુ આ ન્યૂડ ફોટોશૂટ ખૂબ જ પસંદ આવી રહ્યુ છે અને તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
