સુશાંત સિંહ રાજપુતના હમશકલનો વીડિયો જોઇ ફેન્સના ઉડ્યા જોશ, બોલ્યા- અભિનેતા પાછો આવી ગયો
દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ આજે પણ ચાહકો તેમના પ્રિય અભિનેતાને યાદ કરે છે. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના લુક લાઈકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તેના ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
સુશાંત સિંહ રાજપૂતના લુકલાઈકનો આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અભિનેતાના આ દેખાવનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ડોનિમનો લુક અને સ્ટાઈલ બિલકુલ સુશાંત સિંહ રાજપૂત જેવો છે. અભિનેતાના ચાહકો આ વિડીયો જોયા પછી મૂંઝવણમાં છે અને કહી રહ્યા છે કે તે સુશાંત સિંહ રાજપૂત જેવો લાગે છે.

ડોમિન અયાનના આ વીડિયો પર સુશાંતના ફેન્સ જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, "તે બિલકુલ સુશાંત જેવો દેખાય છે." જ્યારે બીજા યુઝરે લખ્યું, "મને લાગ્યું કે તે સુશાંત છે. બિલકુલ તેના જેવો દેખાય છે". એકે લખ્યું, શું સુશાંત ખરેખર પાછો આવ્યો છે. તે જ સમયે, ઘણા વપરાશકર્તાઓ તેને AI જનરેટેડ કહી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે 14 જૂન 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર અભિનેતાએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે ચાહકો હજી પણ માની શકતા નથી કે અભિનેતા આત્મહત્યા કરી શકે છે. તેમનું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. હાલ CBBI આ મામલાની તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
