Pics : દિલ્હીમાં પણ અહાના પર થઈ નેતાઓની ‘આશીર્વર્ષા’!
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી : બૉલીવુડના હી મૅન ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની નાની દીકરી અહાના દેઓલ ઉપર મુંબઈમાં યોજાયેલ સ્વાગત સમારંભમાં તો આશીર્વાદ વરસ્યા જ હતાં, પરંતુ દિલ્હીમાં યોજાયેલ સ્વાગત સમારંભમાં પણ અહાના અને વૈભવ વોહરા આશિષ વર્ષામાં ભિંજાઈ ગયાં. મોટા-મોટા દિગ્ગજ રાજકીય નેતાઓએ આ પ્રસંગે હાજરી આપી નવ વર-વધુને આશીર્વાદ આપ્યા હતાં.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, નેશનલ કૉન્ફરંસના નેતા ફારુખ અબ્દુલ્લા અને કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા જેવા નેતાઓ અહાના અને વૈભવ વોહરાને આશીર્વાદ આપવા માટે તેમના પ્રીતિભોજમાં હાજર રહ્યાં. ઓડિશી નૃત્યમાં પારંગત અહાના અને દિલ્હીના વ્યવસાયી વૈભવ વોહરાના લગ્ન ગત 2જી ફેબ્રુઆરીએ દક્ષિણ ભારતીય અને પંજાબી રીતિ-રિજાવ મુજબ થયા હતાં. પ્રીતિભોજનું આયોજન કાપસહેડા બૉર્ડર પાસે વૈભવના ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યુ હતું.
અહાનાના માતા-પિતા ધર્મેન્દ્ર અને હેમા માલિની અહાના-વૈભવના આ રિસેપ્શનમાં ખૂબ જ ખુશ દેખાતા હતાં અને તમામ રાજકીય નેતાઓનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતાં. રેણુકા ચૌધરી, રાજનાથ સિંહ, અરુણ જેટલી, પ્રફુલ્લ પટેલ જેવી રાજકીય હસ્તીઓ પણ આવી હતી, તો બૉલીવુડમાંથી પ્રતીક બબ્બર, અહાનાના મોટા બહેન એશા દેઓલ, તેમના પતિ ભરત તખ્તાણી પણ હાજર રહ્યા હતાં. અહીં પણ અહાનાના ઓરમાન ભાઇઓ સન્ની દેઓલ તેમજ બૉબી દેઓલ ગાયબ જ હતાં.
નોંધનીય છે કે આ અગાઉ મુંબઈમાં યોજાયેલ વેડિંગ રિસેપ્શનમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, બિગ બી અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન, રેખા, દીપિકા પાદુકોણે અને સોનાક્ષી સિન્હા જેવી હસ્તીઓએ હાજરી આપી હતી.
ચાલો જોઇએ દિલ્હીમાં યોજાયેલ અહાનાનું વેડિંગ રિસેપ્શન અને સાથે લગ્નની વધુ તસવીરો પણ :

અડવાણી હાજર
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દિલ્હી ખાતે યોજાયેલ અહાના-વૈભવના વેડિંગ રિસેપ્શનમાં હાજર રહ્યા હતાં.

અડવાણીના આશિષ
અડવાણીએ અહાના-વૈભવને આશીર્વાદ આપ્યા હતાં.

અરુણ જેટલી
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા અરુણ જેટલીએ પણ અહાના-વૈભવના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

ભરત-એશા
બહેન અહાનાના વેડિંગ રિસેપ્શનમાં એશા દેઓલ પણ પતિ ભરત તખ્તાણી સાથે પહોંચ્યા હતાં.

ધરમ-હેમા
જમાઈ વૈભવ વોહરાના ફાર્મ હાઉસે યોજાયેલ વેડિંગ રિસેપ્શનમાં અહાનાના માતા-પિતા ધર્મેન્દ્ર અને હેમા માલિની પણ પહોંચ્યા હતાં.

ધરમ-હેમા
વેડિંગ રિસેપ્શનમાં ડ્રીમ ગર્લ હેમા દમકી ઉઠ્યા હતાં, તો હી મૅનનો પાવર પણ સ્પષ્ટ જણાઈ આવતો હતો.

ધરમ-હેમા
હેમા માલિની પોતે ભાજપના નેતા છે અને ધર્મેન્દ્ર પણ ભાજપ તરફથી સાંસદ રહી ચુક્યાં છે. તેથી વેડિંગ રિસેપ્શનમાં રાજકીય નેતાઓની હાજરી સ્વાભાવિક હતી.

દીકરી-જમાઈ સાથે ધરમ-હેમા
અહાના અને વૈભવ સાથે તસવીર પડાવતાં ધર્મેન્દ્ર અને હેમા માલિની.

પ્રફુલ્લ પટેલ
કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ પણ અહાના-વૈભવના વેડિંગ રિસેપ્શનમાં હાજર રહ્યા હતાં.

ફારુખ શેખ
નેશનલ કૉન્ફ્રંસના નેતા ફારુખ અબ્દુલ્લાએ અહાના-વૈભવને આશીર્વાદ આપ્યા હતાં.

રેણુકા ચૌધરી
કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી પણ અહાના-વૈભવને આશીષ આપવા પહોંચ્યા હતાં.

ધરમને ભેંટી પડ્યાં સુષમા
લોકસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા સુષ્મા સ્વરાજ અહાના-વૈભવના વેડિંગ રિસેપ્શનમાં હાજર રહ્યા હતાં. સુષ્મા સ્વરાજ આ પ્રસંગે ધર્મેન્દ્રને ભેંટી પડ્યા હતાં.

વૈભવ-અહાના
પોતાના વેડિંગ રિસેપ્શનમાં સજી-ધજીને મંચ તરફ જતાં વૈભવ અને અહાના. (હવે મુંબઈમાં યોજાયેલ લગ્નની વધુ તસવીરો જોવા સ્લાઇડર ફેરવતા જાઓ.)

અહાના-ધર્મેન્દ્ર
અહાનાના લગ્ન ગત 2જી ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે યોજાયા હતાં અને આ પ્રસંગે માતા હેમા માલિની તથા પિતા ધર્મેન્દ્રે તમામ જવાબદારીઓ નિભાવી હતી.

અહાના-વૈભવના લગ્ન
અહાના-વૈભવના લગ્નની તસવીરી ઝલક.

અહાના-વૈભવના લગ્ન
અહાના-વૈભવના લગ્નની તસવીરી ઝલક.

અહાના-વૈભવના લગ્ન
અહાના-વૈભવના લગ્નની તસવીરી ઝલક.

પિતા-પુત્રીનો પ્રેમ
લગ્ન પહેલા પુત્રી અહાનાને ચૂમી પ્રેમ વ્યક્ત કરતાં પિતા ધર્મેન્દ્ર.

લાડકવાયી અહાના
આ તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે અહાના માતા-પિતા બંનેની લાડકવાયી દીકરી છે.

દુલ્હન અહાના
લગ્ન માટે તૈયાર થતી અહાના.

ધર્મેન્દ્ર-અહાના
દીકરી અહાનાના લગ્નની વિધિમાં વ્યસ્ત ધર્મેન્દ્ર.

પિતા-પુત્રીનો પ્રેમ
કંઇક સમજાવી રહી છે અહાના પોતાના પિતાને કે હું ચાલી જઇશ ત્યારે તમે ઉદાસ ના થતાં.

ધર્મેન્દ્ર-અહાના
લગ્નની વિધિમાં વ્યસ્ત ધર્મેન્દ્ર.

દર્પણ ઝૂઠ ના બોલે
દર્પણ સામે શણગાર સજતી દીકરી અહાનાને ચૂમી લેતાં માતા હેમા માલિની.

અહાના-વૈભવના લગ્ન
અહાના-વૈભવના લગ્નની તસવીરી ઝલક.

સન્ની-બૉબી ગેરહાજર
અહાના-વૈભવના લગ્ન પ્રસંગે અભય દેઓલ સુદ્ધા હાજર રહ્યા હતાં. માત્ર સન્ની દેઓલ અને બૉબી દેઓલની ગેરહાજરી જ વર્તાતી હતી.

અમિતાભ-જયા
અહાના-વૈભવના વેડિંગ રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને અન્ય મહેમાનો.

અહાના-વૈભવના લગ્ન
અહાના-વૈભવના લગ્નમાં આશીર્વાદ પાઠવવા પહોંચ્યા નરેન્દ્ર મોદી.

અહાના-વૈભવના લગ્ન
અહાના-વૈભવના લગ્નમાં રેખા.

આનંદ શર્મા
અહાના-વૈભવના દિલ્હી ખાતે યોજાયેલ વેડિંગ રિસેપ્શનમાં આનંદ શર્માએ પણ હાજરી આપી હતી.

ધર્મેન્દ્ર-અહાના-વૈભવ
અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં દીકરી-જમાઈ સાથે ધર્મેન્દ્ર.

પ્રતીક બબ્બર
અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં પ્રતીક બબ્બર હાજર રહ્યા હતાં.

રાજનાથ સિંહ
અહાના-વૈભવ વેડિંગ રિસેપ્શનમાં આશીર્વાદ આપવા ભાજપ પ્રમુખ રાજનાથ સિંહ પણ પહોંચ્યા હતાં.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
