Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ઐશ-અભિષેક અને મૅડોના એક મંચ ઉપર

લંડન, 3 જૂન : કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની શાનદાર રજુઆત બાદ બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને 1લી જૂને અહીં ખાતે યોજાયેલ એક ચૅરિટી કાર્યક્રમમાં પોતાનું ઓજસ પાથર્યું. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સંગીત સિતારાઓ મૅડોના તથા બેયોંસ પણ હાજર હતાં.

ઐશ્વર્યા રાયે ચાઇમ ફૉર ચેંજ નામના આ ચૅરિટી સંગીત કાર્યક્રમમાં પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે ભાગ લીધો. ઐશ્વર્યાએ આ કાર્યક્રમનું હોસ્ટિંગ કર્યું. આ કાર્યક્રમ દુનિયા ભરમાં મહિલા અધિકારો તથા સશક્તીકરણ અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશે નાણાં એકત્ર કરવા માટે યોજાય છે.

ગાયિકા અને ચાઇમ ફૉર ચેંજના સહ-સંસ્થાપક તથા કૉન્સર્ટ દિગ્દર્શક બેયોંસે જણાવ્યું કે તેઓ સાચે જ ખુશ છે કે આટલાં બધા કલાકારો તથા રજુઆતકર્તાઓ ચાઇમ ફૉર ચેંજને સહકાર આપવા એકત્ર થયાં છે. આપણું લક્ષ્ય મળીને સારો સમય પસાર કરવાનો છે. સાથે જ અમે દુનિયાની મહિલાઓ તથા છોકરીઓના અવાજને એકજુટ કરીશું અને મજબૂતી આપીશું

મૅડોનાએ જણાવ્યું કે વિશ્વમાં સ્કૂલે ન જનાર બાળકોમાં 60 ટકા બાળકીઓ છે. વિશ્વની બે તૃત્યાંશ નિરક્ષર વસતી મહિલાઓની છે. હું તેને સ્વીકારી ન શકું. તેને બદલવું પડશે અને અમે તેને બદલી નાંખીશું.

આ કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ખૂબ જ ખુશ જણાતા હતાં. તાજેતરમાં જ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં પોતાના જલવા પાથરનાર ઐશ્વર્યાએ આ સંગીત કાર્યક્રમમાં ભાગ લઈ પોતાના જલવા પાથર્યા હતાં.

આવો આપને બતાવીએ ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમની તસવીરી ઝલક.

ઐશ-અભિષેક

ઐશ-અભિષેક

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ બાદ ઐશ્વર્યા રાયે વધુ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લીધો.

ઐશ-અભિષેક

ઐશ-અભિષેક

ઐશ્વર્યા સાથે અભિષેક બચ્ચન પણ ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

ઐશ-અભિષેક

ઐશ-અભિષેક

ઐશ-અભિષેક આ કાર્યક્રમનાં પ્રસ્તોતા તરીકે હાજર રહ્યા હતાં.

બેયોંસ

બેયોંસ

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં પરફૉર્મંસ આપતાં બેયોંસ.

એલી ગાઉલ્ડિંગ

એલી ગાઉલ્ડિંગ

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં પરફૉર્મંસ આપતાં એલી ગાઉલ્ડિંગ.

ફ્રેડા પિન્ટો

ફ્રેડા પિન્ટો

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં હાજર રહેલાં ફ્રેડા પિન્ટો.

હુમૈરા-મૅડોના

હુમૈરા-મૅડોના

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં હુમૈરા બચલ તથા મૅડોના.

જેમ્સ ફ્રૅંકો

જેમ્સ ફ્રૅંકો

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં પરફૉર્મંસ આપતાં જેમ્સ ફ્રૅંકો.

બ્લિજ-લોપેઝ

બ્લિજ-લોપેઝ

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં પરફૉર્મંસ આપતાં મૅરી જે બ્લિજ તથા જેનીફર લોપેઝ.

રિનોલ્ડ્સ-લાઇવલી

રિનોલ્ડ્સ-લાઇવલી

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં પરફૉર્મંસ આપતાં રિયાન રિનોલ્ડ્સ તથા બ્લેક લાઇવલી.

જેનીફર લોપેઝ

જેનીફર લોપેઝ

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં પરફૉર્મંસ આપતાં જેનીફર લોપેઝ.

ટિમ્બાલૅન્ડ

ટિમ્બાલૅન્ડ

ચાઇમ ફૉર ચેંજ કાર્યક્રમમાં પરફૉર્મંસ આપતાં ગાયક ટિમ્બાલૅન્ડ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X