જાણો અમિતાભ બચ્ચનની પાર્ટીમાં કોણે કોણે આપી હાજરી

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિતાભ બચ્ચને તેના ઘરે ગ્રાન્ડ દિવાળી પાર્ટી આપી જેમાં શિલ્પા શેટ્ટી, રિતિક રોશન, સોનાક્ષી સિંહા, પ્રિટીં ઝિન્ટા, તબુ, સીમી ગરેવાલ અને મનિષ મલ્હૌત્રા જેવા જાણીતા બોલીવૂડ સ્ટાર્સે આપી હાજરી. પણ આ પાર્ટીની આન,બાન અને શાન રહી ઐશ્વર્યા રાય બચ્ચન. જે ટ્રેડિશનલ વેરમાં લાગી રહી હતી સ્ટનિંગ.

ઐશ્વર્યા રાય બચ્ચન હાલ લંડનમાં કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું શૂંટિંગ કરી રહી છે. પણ ઉત્સવના કારણે તે સ્પેશ્યલિ દિવાળીના સમયે ઘરે પરત ફરી છે. ત્યારે આ અંગે પૂછતા ઐશ્વર્યા એક જાણીતા સમાચાર પત્રમાં જણાવ્યું હતું કે દિવાળી તો ઘરે જ મનાવી જોઇએ. કારણ કે આ પ્રસંગે જ પરિવારજનો સાથે હોય છે.

જો કે આ પાર્ટીના મેનુથી લઇને ડેકોરેશનની તમામ નાની મોટી વાતનું ધ્યાન ખુદ જયા બચ્ચને રાખ્યું હતું. ત્યારે દર વર્ષે અમિતાભ બચ્ચન આ પાર્ટીમાં અનેક જાણીતા સ્ટાર્સ હાજર રહે છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં બોલીવૂડ સેલેબ્રિટી તેમની આ ગ્રાન્ડ પાર્ટીમાં હાજર રહ્યા હતા. ત્યારે અમિતાભ બચ્ચનની આ પાર્ટી કોણ કોણ હાજર રહ્યું હતું તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સેલેબ્રિટીનો તાંતો

સેલેબ્રિટીનો તાંતો

પ્રિટીં ઝિન્ટા, મનિષ મલ્હોત્રા, ઐશ્વર્યા રાય બચ્ચન, શિલ્પા શેટ્ટી, રિતિક રોશન અને સોનાક્ષી સિંહા સેલ્ફી માટે પોઝ આપી રહ્યા છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

તો અબુ જાની, અમૃતા અરોરા, તબુએ પણ અમિતાભની આ પાર્ટીમાં હાજરી આપી હતી.

નીશકા-એશ-નીતા

નીશકા-એશ-નીતા

નિતા લુલ્લા અને તેમની દિકરી નિશકા લુલ્લા સાથે પણ બચ્ચન બહુએ એક સારી હોસ્ટની માફક પોઝ આપ્યો હતો.

સીમી-એશ

સીમી-એશ

તો ઐશ્વર્યા રાય બચ્ચને જૂના સમયની જાણીતી અભિનેત્રી સીમી ગરેવાલ સાથે પણ પોઝ આપ્યો હતો.

ડીજે અકિલ-એશ-ફરાહ

ડીજે અકિલ-એશ-ફરાહ

તો ફરાહ ખાન અને ડીજે અકિલ પણ એશ જોડે ફોટો પડાવ્યો હતો.

અભિષેક-અકિલ

અભિષેક-અકિલ

અભિષેક બચ્ચન અને ડીજે અકિલે પણ સાથે સેલ્ફી પડાવ્યું હતું.

બીગ બી પાર્ટી

બીગ બી પાર્ટી

રાહુલ ખન્ના, પ્રિટીં ઝિન્ટા અને ફરાહ ખાન પણ અમિતાભ બચ્ચનની આ પાર્ટીમાં હાજરી આપી હતી.

દિવાળી પાર્ટી

દિવાળી પાર્ટી

નોંધનીય છે કે દર વર્ષે અમિતાભ બચ્ચન તેના ઘરે આવી મોટી પાર્ટી આપે છે. અને તેમના નજીકના મિત્રોને બોલાવે છે.

અમિતાભ-રોહિત

અમિતાભ-રોહિત

અમિતાભ બચ્ચન અને રોહિત રોય પણ એકબીજાના દિવાળીની શુભકામનાઓ આપી હતી.

બોલીવૂડ સેલેબ્રિટી

બોલીવૂડ સેલેબ્રિટી

ત્યારે આ સમગ્ર પાર્ટીનું આયોજન અનેુ વ્યવસ્થા જ્યાં જયા બચ્ચને કર્યું હતું. ત્યાં જ ઐશ્વર્યા રાયે પણ એક સારી હોસ્ટની જેમ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

સેલ્ફી ટાઇમ

સેલ્ફી ટાઇમ

શાહરૂખ ખાન પણ અમિતાભ બચ્ચનની આ પાર્ટીમાં હાજરી આપી હતી. અને ફોટો જોઇને લાગે છે કે તેમણે આ પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરી હતી.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ પણ આ પાર્ટીમાં સાથે મઝા કરતા જોવા મળ્યા હતા. વધુમાં જાણીતા ડાયરેક્ટર કુનાલ કોહલી પણ હાજરી આપી હતી.

અભિ-એશ

અભિ-એશ

ત્યારે આ દિવાળી ફંકશનમાં અભિષેકે પીળા રંગનો ઝભ્ભો પહેર્યો હતો તો ઐશ્વર્યાએ લોંગ ડ્રેસ.

અભિ-શાહરૂખ

અભિ-શાહરૂખ

ત્યારે ઝલસા ખાતે યોજાયેલી આ પાર્ટીમાં અભિષેક બચ્ચન અને શાહરૂખ ખાને પણ સાથે ફોટો પડાવ્યો હતો.

દિપીકા-વરુણ

દિપીકા-વરુણ

વરુણ ધવન પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી અને દિપિકા સાથે એક હોટ ફોટો પડાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X