ડિવોર્સના સમાચારો વચ્ચે સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક, જાણો કેમ લોકો ટ્રોલ કરી રહ્યાં છે?

છેલ્લા કેટલાક સમયથી સતત ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સના અહેવાલો આવી રહ્યાં છે. બન્ને વચ્ચે બધુ ઠીક ન હોવાના અહેવાલ વચ્ચે બન્ને સાથે જોવા મળ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મોટી હસ્તીઓની હાજરી વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા હતા.

અંબાણીના ફંક્શનમાં બચ્ચન પરિવારના તમામ સભ્યો એકસાથે પહોંચ્યા અને મીડિયાની સામે પોઝ પણ આપ્યા હતા. જો કે પુત્રવધૂ ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અલગ દેખાતી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અલગ થઈ ગયા છે.

Aishwarya-Abhishek

હવે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ કપલ મીડિયાની સામે અલગ-અલગ જોવા મળ્યું આ ફોટોમાં બંને સાથે જોવા મળ્યા. પુત્રી આરાધ્યા પણ તેના પિતાની બાજુમાં બેઠેલી જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે બચ્ચન પરિવાર અહીં દૂર દૂર સુધી જોવા મળ્યો નથી.

આ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનની બાજુમાં સેન્ટરમાં બેઠી છે. દીકરી આરાધ્યા તેની બાજુમાં બેઠી છે. આ વિડીયો જોયા બાદ કેટલાક ચાહકોએ રાહત અનુભવી તો કેટલાક ચાહકોએ કહ્યું હતું કે અભિષેક તેની પત્નીને નજરઅંદાજ કરે છે.

ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવના અહેવાલો આવી રહ્યા છે. જો કે, દરેક વખતે બંને મીડિયાની સામે આવ્યા અને તેને અફવા સાબિત કરી છે.

જો કે તેમ છતાં અભિનેત્રી ન તો બચ્ચન પરિવાર સાથે જોવા મળે છે અને ન તો તે તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. આ સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ટૂંક સમયમાં અલગ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X