ઐશ્વર્યાએ અભિષેક અને આરાધ્યા સાથે તેની મમ્મીનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો
ઐશ્વર્યાએ અભિષેક અને આરાધ્યા સાથે તેની મમ્મીનો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો
ઐશ્વર્યા રાય બચ્ચને ગત દિવસે પોતાની મા વૃંદા રાયનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઐશ સાથે સેલિબ્રેશનમાં અભિષેક બચ્ચન અને દીકરી આાધ્યા પણ સામેલ રહ્યા. જણાવી દઈએ કે વૃંદા રાય મુંબઈમાં જ રહે છે અને હંમેશા જ ઐશ્વર્યા પોતાની મા સાથે સમય વ્યક્ત કરે છે. ઐશ્વર્યાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઐશ્વર્યા રાયે મા અને દીકરી સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં ત્રણેયે એકબીજાને ગળે લગાવ્યાં છે. પાછળ ઐશ્વર્યાના પિતા કૃષ્ણારાજ રાયની તસવીર પણ જોવા મળી રહી છે.

જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
આ ફોટો પોસ્ટ કરી અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- હેપ્પી 70મો બર્થડે ડિયરેસ્ટ ડાર્લિંગ મમ્મી ડોડા. અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. તમે અમારી દુનિયા છો.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને લગભગ દરેક ખાસ અવસર પર તસવીરો શેર કરે છે. અગાઉ તેમણે પોતાના પિતા, મા અને નાનકડી આરાધ્યા સાથે થ્રોબેક ફોટો શેર કર્યો હતો અને પરિવારને પોતાની જિંદગી ગણાવ્યો હતો, વર્ષ 2017માં ઐશ્વર્યા રાયના પિતાનું નિધન થઈ ગયું હતું.

વર્ક ફ્રંટ
પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય ફરી એકવાર નિર્દેશક મણિ રત્નમ સાથે ઐતિહાસિક ડ્રામા Ponniyin Selvan માં કામ કરશે. જ્યારે અભિષેક બચ્ચન દસવીં અને બૉબ બિસ્વાસ જેવી ફિલ્મોમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
