વાયરલ Video: રામ-સીતાની જોડીમાં જોવા મળ્યા ઐશ્વર્યા-આમિરના બાળકો

ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા અને આમિર-કિરણના પુત્ર આઝાદ પોતાની સ્કૂલમાં રામ-સીતા બન્યા. બંને બાળકોના રામ-સીતાના પાત્રોના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે.

બોલિવુડ સેલિબ્રિટીઝના બાળકોની ફેન ફોલોઈંગ પોતાના માતાપિતાથી ઓછી નથી. પછી ભલે તે તૈમૂર હોય કે આરાધ્યા બચ્ચન, બધા સેલિબ્રિટી કિડ્ઝના ફોટા આવતા સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હાલમાં આઝાદ રાવ અને આરાધ્યા બચ્ચનના ફોટા વાયરલ થઈ ગયા છે. ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા અને આમિર-કિરણના પુત્ર આઝાદ પોતાની સ્કૂલમાં રામ-સીતા બન્યા. બંને બાળકોના રામ-સીતાના પાત્રોના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા છે.

સ્કૂલમાં રામ-સીતા બન્યા ઐશ્વર્યા-આમિરના બાળકો

સ્કૂલમાં રામ-સીતા બન્યા ઐશ્વર્યા-આમિરના બાળકો

આરાધ્યા બચ્ચન અને આઝાદ રાવ ખાન મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે. હાલમાં જ સ્કૂલમાં પ્લે માટે બંને બાળકો રામ અને સીતા બન્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આમાં એક વીડિયોમાં આરાધ્યા સ્કૂલ પ્લે માટે રિહર્સલ કરતી જોવા મળી રહી છે. વળી, અમુક ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં આરાધ્યા અને આઝાદ સ્ટેજ પર રામ-સીતાની જોડીમાં ઉભા છે.

ઈન્ટરનેટ પર વાયરલ થયા વીડિયો અને ફોટા

આ ફોટામાં બંને બાળકો ઘણા ક્યુટ લાગી રહ્યા છે. આઝાદે કૂર્તો-પાયજામો પહેર્યો છે અને માથા પર મુકુટ લગાવ્યો છે. વળી, લહેંગા-ચોલીમાં ગજરો લગાવીને ઉભેલી આરાધ્યા એકદમ સીતાનું રૂપ લાગી રહી છે. આ ફોટાને ઐશ્વર્યા-અભિષેકના એક ફેન ક્લબે શેર કર્યો છે. આ પહેલા સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શનમાં પણ બાળકોએ એક ડાંસ પર્ફોમન્સ કર્યુ હતુ જેમાં આરાધ્યા અને આઝાદ પણ શામેલ હતા.

બંને બાળકોમાં છે માત્ર 20 દિવસનું અંતર

પોતાના બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે આ એન્યુઅલ ડે ફંક્શનમાં આરાધ્યા અને આઝાદ બંનેના માતાપિતા હાજર હતા. આરાધ્યા ઐશ્વર્યા અને અભિષેકની એકમાત્ર સંતાન છે. ઐશ્વર્યાએ લગ્નના ચાર વર્ષ બાદ 16 નવેમ્બર, 2011ના રોજ આરાધ્યાને જન્મ આપ્યો હતો. વળી, આઝાદ આમિર ખાનનું ત્રીજુ સંતાન છે. આમિર અને તેની બીજી પત્ની કિરણ રાવે 5 ડિસેમ્બર, 2011ના રોજ સરોગસી દ્વારા આઝાદના જન્મના સમાચાર મીડિયામાં શેર કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X