ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા અને મા સાથે મનાવ્યો 50મો બર્થડે, ના અભિષેક, ના જયા-અમિતાભ, જુઓ Video

Aishwarya Rai Bachchan 50th Birthday Celebration: બૉલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન 1 નવેમ્બરે 50 વર્ષની થઈ ગઈ. તેના જન્મદિવસ પર ઉત્સાહિત ફેન્સ દિવસભર સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવતા રહ્યા. વળી, આ દરમિયાન ઐશ્વર્યાના જન્મદિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

ઐશ્વર્યા રાય તેનો જન્મદિવસ તેના પરિવાર અને ખાસ કરીને પુત્રી આરાધ્યા સાથે ઉજવવાનું પસંદ કરે છે. આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું. ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા અને માતા વૃંદા રાય સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન ઐશ્વર્યા સફેદ અનારકલીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Aish bday

ઐશ્વર્યાના બર્થડે સેલિબ્રેશનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. બધા સેલેબ્સથી વિપરીત, ઐશ્વર્યા તેના જન્મદિવસ પર કોઈ ભવ્ય ઉજવણી કરતી નથી પરંતુ તેને આભાર દિવસ તરીકે ખૂબ જ સરળ રીતે ઉજવે છે. પૂર્વ મિસ વર્લ્ડ બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક પણ પહોંચી હતી. આ દરમિયાન પણ ઐશ્વર્યા સાથે માત્ર તેની માતા અને પુત્રી જ જોવા મળી હતી.

આ સમય દરમિયાન ફેન્સ અભિષેક બચ્ચનને ખૂબ મિસ કરી રહ્યા છે. દર વર્ષે જ્યાં અભિષેક બચ્ચન ઐશ્વર્યાને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખાસ રીતે શુભેચ્છા પાઠવે છે, ત્યાં આ વર્ષે અભિષેક કે અમિતાભ બચ્ચને તેના માટે કોઈ પોસ્ટ કરી નથી. આ વખતે પણ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ગોસિપ્સ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X