Big Bની સુપરહિટ ફિલ્મની રિમેક માટે એશ-અભિએ કહ્યું, ના!

છેલ્લા થોડા સમયથી અમિતાભ અને જયા બચ્ચનની સુપરહિટ ફિલ્મ અભિમાનની રિમેક અંગે ચર્ચાઓ થઇ રહી હતી. આ રિમેકમાં અભિષેક અને એશ કામ કરે એવી પણ વાત હતી. પરંતુ અભિષેક અને ઐશ્વર્યા રિમેકમાં કામ કરવા નથી માંગતા

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની વર્ષ 1973માં આવેલ ફિલ્મ 'અભિમાન' હિંદી સિનેમાની ક્લાસિક ફિલ્મ કહેવાય છે. આ એક એવા કપલની વાર્તા છે, જેમાં એક પોપ્યૂલર સિંગર(અમિતાભ બચ્ચન) પોતાની પત્ની(જયા બચ્ચન)ને પણ ગાવાની પ્રેરણા આપે છે. ધીરે-ધીરે પત્નીની લોકપ્રિયતા વધે છે અને પતિ આ વાત પચાવી નથી શકતો. આ સુંદર ફિલ્મની રિમેક બનવાની ચર્ચા છેલ્લા થોડા દિવસથી સાંભળવા મળી રહી છે.

રિમેકમાં ઐશ્વર્યા અને અભિષેક

રિમેકમાં ઐશ્વર્યા અને અભિષેક

જો આ ફિલ્મની રિમેક બને તો એમાં ઐશ્વર્યા અને અભિષેકે જ કામ કરવું, એવી પણ વાતો થઇ રહી હતી. આ અંગે રિસન્ટલી એક ફેસબૂક લાઇવ સેશનમાં અભિષેકને પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે, 'અભિમાન' કોઇ સામાન્ય ફિલ્મ નથી.

રિમેક બનાવવી છે મુશ્કેલ

રિમેક બનાવવી છે મુશ્કેલ

'મારા પેરેન્ટ્સની તમામ ફિલ્મોમાં આ ફિલ્મ મને સૌથી વધુ પસંદ છે. પરંતુ તેની રિમેક બનાવવી થોડી અઘરી છે. મને સાંભળવા મળ્યું હતું કે, આ ફિલ્મની રિમેકમાં મારે અને એશે કામ કરવું એવી માંગણી થઇ રહી છે.'

અમે આ અંગે વિચાર્યું

અમે આ અંગે વિચાર્યું

'અમે બંન્નેએ આ અંગે વિચાર્યું હતું અને અમને લાગ્યું કે, આટલી સારી ફિલ્મની રિમેક ન બનવી જોઇએ. આવી અમુક ફિલ્મોને આપણે એકલી મુકી દેવી જોઇએ, કારણ તે એની રિમેક બનાવવી શક્ય નથી. આવી ફિલ્મોમાં એક મેજિક હોય છે, ફિલ્મને એકલી મુકી દઇએ તો એ મેજિક જળવાઇ રહે છે. માટે અત્યારે તો આવો કોઇ વિચાર નથી.'

ન્યૂ યોર્કમાં ખરીદ્યું ઘર

ન્યૂ યોર્કમાં ખરીદ્યું ઘર

એશ અને અભિષેક થોડા દિવસો પહેલાં જ આરાધ્યા સાથે ન્યૂ યોર્ક ફરવા ગયા હતા, અહીં તેમણે એક સુંદર ઘર ખરીદ્યું હતું. તેમણે આ ઘર લગભગ 1 વર્ષ પહેલાં ખરીદ્યું હતું અને આ અંગે માત્ર તેમના નજીકના મિત્રો અને પરિવારને જ જાણ હતી. આ એપોર્ટમેન્ટની ડિઝાઇન એશે જાતે તૈયાર કરાવી છે.

અપકમિંગ ફિલ્મોમાં બિઝી

અપકમિંગ ફિલ્મોમાં બિઝી

હોલિડે પરથી પરત ફર્યા બાદ હાલ આ કપલ પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં બિઝી થઇ ગયું છે. ઐશ્વર્યા જલ્દી જ તેની ફિલ્મ 'ફેની ખાન'નું શૂટિંગ શરૂ કરનાર છે, જેમાં તેની સાથે અનિલ કપૂર પણ છે. તો બીજી બાજુ અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી લીગમાં વ્યસ્ત છે, સાથે જ તેણે જે.પી.દત્તાની ફિલ્મ 'પલટન' પણ સાઇન કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X