સ્ટેમ સેલ સંરક્ષણનું પ્રચાર કરતાં ઐશ્વર્યા
મુંબઈ, 8 ઑક્ટોબર : બૉલીવુડ દિવા ઐશ્વર્યા રાય બચ્ચન એક બાયોટેક્નોલૉજી કમ્પની લાઇફ સેલના માધ્યમથી સ્ટેમ સેલ સંરક્ષણના પ્રોજેક્ટ સાથે જોડાયાં છે. કમ્પની અપેક્ષાકૃત સસ્તી કિંમતમાં શિશુ સ્ટેમ સેલ ઉપલબ્ધ કરાવશે અને ઐશ્વર્યા રાય તેને લોકોને પોતાના પરિવાર અને મિત્રોમાં ભાવી વાલીઓને ઉપહાર તરીકે આપવાનો આગ્રહ કરશે.

ઐશ્વર્યાએ સોમવારે આ પહેલના લૉન્ચ પ્રસંગે જણાવ્યું - પરિવાર તથા મિત્રો મળી તેને ભાવિ વાલીઓના જીવનનો સૌથી શ્રેષ્ઠ ઉપહાર બનાવી શકે છે. આપણે ભાવિ વાલીઓ માટે કેટલીય વસ્તુઓ ઉપહાર સ્વરૂપે ખરીદીએ છીએ, તો આવનાર બાળકોની બહેતર જિંદગી માટે આ ઉપહાર કેમ ન અપાય?
ઐશ્વર્યાએ જણાવ્યું કે તેમના પતિ અભિનેતા અભિષેક બચ્ચન તથા તેમણે પોતાની પુત્રી આરાધ્યાના જન્મ દિવસે સ્ટેમ સેલ બૅંકિંગનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેમણે ભાવિ વાલીઓને આગ્રહ કર્યો કે સ્ટેમ સેલ બૅંકિંગને એક સંવેદનશીલ રોકાણ તરીકે જુએ.












Click it and Unblock the Notifications
