BDaySpcl: ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે આ અંદાજમાં જોવા મળી...
ઐશ્વર્યા રાય બોલિવૂડની એવી કેટલીક એક્ટ્રેસિસમાંની છે, જે ભાગ્યે જ અંગ પ્રદર્શન કરે છે. બિકિનીમાં તેની તસવીર જોઇ લોકો ચોંકી ઉઠ્યા છે.
બોલિવૂડમાં બોલ્ડ એન્ડ હોટ દેખાવું આજકાલ અનિવાર્ય થઇ ગયું છે, આજની હિરોઇન્સ માટે બિકિની કે સ્વિમ સૂટમાં ફોટોશૂટ કરાવવું કોઇ મોટી વાત નથી. જો કે, બોલિવૂડમાં હજુ પણ એવી કેટલીક એક્ટ્રેસિસ છે, જે ભાગ્યે જ અંગપ્રદર્શન કરે છે. ઐશ્વર્યા રાય બચ્ચન એવી જ અભિનેત્રીઓમાંની એક છે, આજે તેનો 44મો જન્મદિવસ છે. દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંની એક આ ઐશ્વર્યાના કેટલાક રેર ફોટોઝ જુઓ અહીં, જે થોડા સમય પહેલાં જ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયા હતા.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ તસવીરો
ઐશ્વર્યાની આ બિકિનીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે. આ તેના મોડેલિંગના દિવસોની તસવીર છે, જેમાં ઐશ્વર્યા ખૂબ નાની પરંતુ અત્યંત સુંદર લાગી રહી છે. વર્ષ 1994માં એશ મિસ વર્લ્ડ બની હતી, ત્યારથી લઇને અત્યાર સુધી સૌ કોઇ તેની સુંદરતાના વખાણ કરતાં થાકતું નથી.

મિસ ઇન્ડિયાનું ઓફિશિયલ પેજ
જો કે, આ તસવીરો એશ કે અભિષેકે નહીં, પરંતુ મિસ ઇન્ડિયાના એફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર મુકવામાં આવી છે. મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટ દરમિયાનની આ તસવીરો છે, જે પોસ્ટ થતાં વેંત જ વાયરલ થવા માંડી હતી. એશ ફિલ્મોમાં ભાગ્યે જ આવા અવતારમાં જોવા મળી છે, આથી આ તસવીરો વધુ ઝડપથી વાયરલ થઇ રહી છે.

મોડેલિંગના દિવસોની તસવીરો
ફિલ્મોમાં એશે હંમેશા પોતાનો ગરિમાપૂર્ણ અંદાજ સાચવી રાખ્યો છે. જો કે, મોડેલિંગના દિવસોમાં તે પણ બિકિનીમાં હોટ પોઝ આપી ચૂકી છે. ઐશ્વર્યાની આ તસવીરો જોઇ ફેન્સ ફરી એકવાર તેના પ્રેમમાં પડી ગયા છે.

નાની ઉંમરથી મોડેલિંગ
અન્ય હિરોઇન્સની માફક એશે પણ મોડેલિંગ થકી જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ખૂબ નાની ઉંમરમાં જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. તે 9માં ધોરણમાં હતી ત્યારે તેણે પ્રથમ એડનું શૂટિંગ કર્યું હતું, આ કેમલિન પેન્સિલની એડ હતી.

એક્ટ્રેસ નહોતું બનવું
ફિલ્મોમાં આવ્યા બાદ અને અસીમ સફળતા મેળવ્યા બાદ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના મનની વાત જણાવતાં તેણે કહ્યું હતું કે, મારું સપનું એક્ટ્રેસ બનવાનું નહોતું. મેં ક્યારેય આ અંગે વિચાર્યું નહોતું. તેણે જણાવ્યું હતું કે, તેની સ્કૂલ ટીચરે તેને મોડેલિંગમાં નસીબ અજમાવવાની સલાહ આપી હતી.

પદ્મ શ્રી ઐશ્વર્યા રાય બચ્ચન
વર્ષ 2009માં ઐશ્વર્યાને ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બોલિવૂડમાં તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે હોલિવૂડમાં પણ નસીબ અજમાવ્યું છે, પ્રિયંકા ચોપરા પહેલાં હોલિવૂડમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરનાર એક્ટ્રેસ રહી ચૂકી છે ઐશ્વર્યા રાય બચ્ચન.

ભાગ્યે જ જોવા મળ્યો બોલ્ડ અવતાર
ફિલ્મોમાં ઐશ્વર્યા ભાગ્યે જ બોલ્ડ અવતારમાં જોવા મળી છે. એશ અંગપ્રદર્શનમાં નથી માનતી, હોલિવૂડની ફિલ્મોમાં પણ તેણે પોતાની ગરિમા સાચવીને ડ્રેસિંગ કર્યું હતું અને એ પ્રમાણે જ સિન આપ્યા હતા. યશરાજની ફિલ્મ ધૂમ 2માં તે પોતાના કરિયરના સૌથી બોલ્ડ અંદાજમાં જોવા મળી, આ ફિલ્મમાં તેનો કિસિંગ પણ હતો. જો કે, તે બિકિનીમાં ક્યારેય જોવા નથી મળી.
{promotion-urls}
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
