Pics : કોની ફિલ્મથી ઐશ કરશે કમબૅક : કરણ કે સંજય?
મુંબઈ, 9 જુલાઈ : ફરી એક વાર બૉલીવુડની સુંદર અભિનેત્રીઓમાંના એક ઐશ્વર્યા રાયના કમબૅકની ચર્ચા શરૂ થઈ છે. સાંભળવા મળે છે કે ઐશે સંજય લીલા ભાનુશાળી તેમજ કરણ જૌહર બંનેએ પોત-પોતાની ફિલ્મની વાર્તાઓ સંભળાવી છે. તેથી શક્ય છે કે ઐશ આ બંનેમાંથી કોઈ એક ફિલ્મકાર સાથે બૉલીવુડમાં કમબૅક કરશે, કારણ કે બંનેએ તેમને જે વાર્તાઓ સંભળાવી છે, તે ખૂબ જ દમદાર છે.
જોકે ઐશ્વર્યા રાયે હજી સુધી કોઇને પણ હા નથી કહી. ઐશને હજીય એક જોરદાર સ્ક્રિપ્ટનો ઇંતેજાર છે કેજેથી તેમનું કમબૅક શાનદાર-જાનદાર રહે. ઐશ્વર્યા રાય અંગે છેલ્લે સમાચાર આવ્યા હતાં કે તેઓ મણિરત્નમની ફિલ્મ સાથે કમબૅક કરશે, પરંતુ તે માત્ર અફવા નિકળી હતી. ઐશે 2010માં સંજય લીલા ભાનુશાળી નિર્મિત ગુઝારિશ ફિલ્મમાં કામ કર્યુ હતું કે જેમાં તેમના હીરો હૃતિક રોશન હતાં. ભાનુશાળી ઐશના ફેવરિટ ફિલ્મમેકર છે. તેથી લાગે છે કે તેઓ ભાનુશાળી સાથે જ કમબૅક કરી શકે છે.
આવો તસવીરો સાથે જાણીએ ઐશ્વર્યા રાય વિશે વધુ વિગતો :

2011થી બ્રેક
ઐશ્વર્યા રાય નવેમ્બર-2011થી માતૃત્વનો આનંદ લઈ રહ્યાં છે અને ફિલ્મોથી દૂર છે.

એડ-ઇવેંટ્સમાં સક્રિય
જોકે ઐશ્વર્યા રાય જાહેરખબરો અને ઉત્સવોમાં સક્રિય રહ્યાં છે. તાજેતરમાં જ કલ્યાણ જ્વૅલર્સની પ્રિંટ એડમાં ઐશે કંઇક આવો રૂપ ધર્યો છે.

પોસ્ટ પ્રેગ્નેંસી વેટ
સામાન્ય રીતે દરેક સ્ત્રી પોસ્ટ પ્રેગ્નેંસી વજનનો ભોગ બને છે. ઐશ પણ તેમાંનાં એક છે. ઐશનું વજન વધતાં જોઈ લોકોએ તેમના અંગે પુનઃ ગર્ભવતી થયાની અટકળો શરૂ કરી હતી.

લોકપ્રિયતા પર અસર નહીં
ઐશ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમની લોકપ્રિયતામાં ઓટ નથી આવી. આજેય નિર્માતા-દિગ્દર્શકો તેમને સાઇન કરવા માંગે છે.

ભાનુશાળી કે કરણ
હવે ઐશ વિશે સંભળાય છે કે તેઓ સંજય લીલા ભાનુશાળી અથવા કરણ જૌહરમાંથી કોઈ એકની ફિલ્મ દ્વારા કમબૅક કરશે.












Click it and Unblock the Notifications
