Aishwarya Rai Divorce : ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન સાથે લઈ રહી છે ગ્રે ડિવોર્સ? જાણો શું હોય છે ગ્રે ડિવોર્સ?
બોલિવૂડમાં આજકાલ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સના અહેવાલો જોરશોરથી આવી રહ્યા છે. સમાચારો અનુસાર, બન્ને લગભગ અલગ થઈ ગયા છે.
એક પછી એક એવા ઘણા પુરાવા છે જે આ સંબંધના અંત વિશે સાક્ષી આપી રહ્યા છે. આ પછી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. હવે અભિષેક બચ્ચને કંઈક એવું કર્યું છે જેનાથી ફેન્સ ચોંકી ગયા છે.

અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેને એક પોસ્ટને લાઇક કરી હતી જેને લોકો તેના છૂટાછેડા સાથે જોડીને જોઈ રહ્યાં છે. પોસ્ટમાં લખ્યું હતું કે, ડિવોર્સ કોઈના માટે ક્યારેય સરળ નથી હોતા.
હાલમાં જ બચ્ચન પરિવાર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં સામેલ થયો હતો, પરંતુ પુત્રવધૂ ઐશ્વર્યા રાય તેના સાસરિયાઓ સાથે પાર્ટીમાં આવી નહોતી. પાર્ટીમાં ઐશ્વર્યાએ બચ્ચન પરિવાર સાથે કોઈ ફોટો ક્લિક કરાવ્યો પણ નથી.
અંબાણી પરિવારની પાર્ટી બાદ અભિષેક બચ્ચને પોસ્ટને લાઈક કરી છે અને લખ્યું કે, છૂટાછેડા કોઈના માટે સરળ નથી. રોડ ક્રોસ કરતી વખતે વૃદ્ધ યુગલોનો હાથ પકડીને હ્રદયસ્પર્શી વિડિયોને ફરીથી બનાવવાની કલ્પના કે પછી સુખેથી જીવવાનું સપનું કોણ નથી જોતું?
આ જ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે - તેમને સંબંધ તોડવા માટે શું પ્રેરિત કરે છે અને તેમને કયા પડકારોનો સામનો કરવો પડે છે. આ પોસ્ટ ગ્રે ડિવોર્સ અથવા સિલ્વર સ્પ્લિટર્સ વિશે છે.
જો કોઈ કપલ 50 વર્ષની ઉંમર પછી છૂટાછેડા લેવા માંગે તો તેમના માટે ગ્રે ડિવોર્સ અથવા 'સિલ્વર સ્પ્લિટર્સ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આખી દુનિયામાં આવા છૂટાછેડા વધી રહ્યા છે. જો કે આના કારણો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ આ માટે કોઈ આશ્ચર્યજનક કારણ નથી.












Click it and Unblock the Notifications
