Aishwarya Rai : મોટા વિવાદોનું ઘર રહી છે ઐશ્વર્યા રાયની લાઈફ, જાણો તેણી સાથે જોડાયેલા 5 સૌથી મોટા વિવાદ
Aishwarya Rai : બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક સમયથી તત વિવાદોમાં છે. હાલ તે અભિષેક બચ્ચન સાથે કથિત ડિવોર્સને લઈને વિવાદોમાં છે.
અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અલગ થઈ ગયા છે અને બન્નેએ ડિવોર્સ લઈ લીધા છે. જો કે બન્નેમાંથી એકેયે પણ આ વાતની સત્તાવાર પૃષ્ટિ કરી નથી.
જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે ઐશ્વર્યા રાય વિવાદોમાં રહી હોય. આ પહેલા પણ તેના નામે ઘણા મોટા વિવાદ રહ્યાં છે.

સલમાન ખાન સાથે અફેર
ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની લવ સ્ટોરીએ મોટો વિવાદ સર્જ્યો હતો. બન્નેના બ્રેકઅપે હગામો સર્જી દીધો હતો. બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાયે સલમાન ખાન પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો.
સુભાષ ઘાઈ સાથે અફેર
લેખિકા રીના ગોલને ડિયર મિસ્ટર બોલિવૂડ નામનું પુસ્તક લખ્યું છે. આમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક વિવાદાસ્પદ વાત કહી છે. રીના ગોલને તેના પુસ્તકમાં લખ્યું હતું કે ઐશ્વર્યા રાયે તાલ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા મેળવવા માટે સુભાષ ઘાઈ સાથે સંબંધ બાંધ્યો હતો. આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
હૃતિક રોશન-ઐશ્વર્યા રાય કિસિંગ સીન
ધૂમ-2 ફિલ્મમાં ઐશ્વર્યા રાયે રિતિક રોશન સાથે લિપ-લૉક કર્યું હતું. કહેવાય છે કે ઐશ્વર્યા રાયના સાસરિયાઓ એટલે કે બચ્ચન પરિવારને ફિલ્મમાં આ કિસિંગ સીનને લઈને ઘણો વાંધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીન જોઈને ઐશ્વર્યા રાયની સાસુ જયા બચ્ચન ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી.
ઐશ્વર્યા રાય-રણબીર કપૂર ઈન્ટીમેટ સીન
અભિષેક બચ્ચન સાથે લગ્ન લાંબા સમય બાદ ઐશ્વર્યાએ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયે રણબીર કપૂર સાથે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા. આ જોઈને જયા બચ્ચન ગુસ્સે ભરાઈ હતી.
વિવેક ઓબેરોય સાથે પ્રેમ
સલમાન ખાન સાથે કઅપ બાદ ઐશ્વર્યા રાયનું નામ એક્ટર વિવેક ઓબેરોય સાથે જોડાવા લાગ્યું હતું. વિવેક ઓબેરોય આ બાબતને લઈને સલમાન ખાનના નિશાને આવ્યો. કહેવાય છે કે ઐશ્વર્યાના કારણે જ વિવેક ઓબેરોય અને સલમાન ખાન વચ્ચે દુશ્મની હતી. વિવેક ઓબેરોયની કારકિર્દી પણ બરબાદ થઈ ગઈ.












Click it and Unblock the Notifications
