કૅન્સમાં ભાગ લેવા આરાધ્યા સાથે ઉપડ્યાં ઐશ્વર્યા
મુંબઈ, 17 મે : કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય રવાના થઈ ગયાં છે. ઐશ્વર્યા સાથે તેમના પુત્રી આરાધ્યા પણ કૅન્સની શોભા બનશે.

કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગત 15મી મેના રોજ પ્રારંભ થયું છે. અમિતાભ બચ્ચન અને વિદ્યા બાલન સહિતના બૉલીવુડ-હૉલીવુડ કલાકારોએ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ વખતના કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલની ખાસ બાબત એ છે કે તે ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવા સાથે યોજાયું છે.
આ ઉપલક્ષ્યે કૅન્સમાં એક ભવ્ય સમારંભ પણ યોજાશે. તેથી જ ભારતીય કલાકારો વધુ ઉત્સાહિત છે. ભારતીય સિનેમાના સો વરસની ઉજવણી અંગે યોજાનાર સમારંભમમાં ખાસ મહેમાન તરીકે અમિતાભ બચ્ચચના પુત્રવધુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય હાજર રહેશે. તેથી ઐશ્વર્યા રાય કૅન્સમાં ભાગ લેવા માટે મુંબઈથી રવાના થઈ ગયાં છે. ઐશ સાથે તેમના પુત્રી આરાધ્યા પણ છે.












Click it and Unblock the Notifications
