Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#HitAndRunથી એક દિવસ પહેલા ઐશ્વર્યાએ મિડીયામાં કંઇક આમ કહ્યું હતું

2002માં થયેલા હીટ એન્ડ રન કેસે આજે સલમાન ખાનને હચમચાવી મૂક્યો છે. આ કેસના લીધે તેને હવે પાંચ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. પણ શું તમને ખબર છે કે સલમાન ખાનના જીવનમાં આજથી 13 વર્ષ પહેલા આ અકસ્માતની ઠીક એક દિવસ પહેલા એક અન્ય ભૂકંપ આવ્યો હતો.

28 સપ્ટેમ્બર 2002ના રોજ સલમાન ખાનની ગાડીએ રસ્તા પર સૂતેલા કેટલાક લોકોને કચડી નાંખ્યા. પણ તે પહેલા એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ સલમાન ખાનના જીવનમાં એક તોફન તેની ભૂતપૂર્વ પ્રેમિકા ઐશ્વર્યા રાયના કારણે પણ આવ્યું હતું. આ દિવસે પહેલી વાર ઐશ્વર્યા રાયે આ મામલે પોતાની ચુપ્પી તોડી હતી. તેણે લગાવ્યો હતો સલમાન પર આરોપ.

શું હતી આ ધટના શું અસર કરી તેને સલમાનના જીવન પર. કેવી રીતે એક રાતમાં સલમાનની આખી જીંદગી બદલાઇ ગઇ તે તમામ વાતો જાણો આ ફોટો સ્લાઇડરમાં...

હીટ એન્ડ રનના એક દિવસ પહેલા

હીટ એન્ડ રનના એક દિવસ પહેલા

ઐશ્વર્યા રાયે 27 સપ્ટેમ્બર 2002ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપ્યો હતો એક ઇન્ટરવ્યૂ. જેમાં તેણે સલમાન વિરુદ્ધ કંઇક કહ્યું હતું.

શાહરૂખના સેટ પર બબાલ

શાહરૂખના સેટ પર બબાલ

ઐશ્વર્યા રાય ચલતે ચલતેનું શૂટિંગ કરી રહી હતી અને તે સલમાન ખાનનો ફોન વારંવાર ઇગ્નોર કરી રહી હતી. જેના કારણે સલમાને સેટ પર જઇ ઐશ્વર્યાની સાથે ઝગડો કર્યો હતો.

ઐશે ચુપ્પી તોડી

ઐશે ચુપ્પી તોડી

આખરે ઐશ્વર્યાએ સલમાન મામલે પોતાની ચુપ્પી તોડી અધુરામાં પૂરું આ મામલામાં વિવેક ઓબોરોય પણ કૂદી પડ્યો.

મારું બ્રેકઅપ થયું છે

મારું બ્રેકઅપ થયું છે

ઐશ્વર્યાએ ઇન્ટરવ્યૂમાં સાફ શબ્દોમાં કહી દીધું કે મારા અને સલમાન ખાન વચ્ચે હવે કોઇ સંબંધ નથી રહ્યો.

સલમાન મને હેરાન કરે છે

સલમાન મને હેરાન કરે છે

ઐશ્વર્યાએ કહ્યું કે અમારા બ્રેક અપ બાદ પણ સલમાન મને હેરાન કરી રહ્યા છે. અને હું તેમનાથી ત્રાસી ચૂકી છું.

સલમાને હાથ ઉપાડ્યો

સલમાને હાથ ઉપાડ્યો

ઐશે કબૂલ્યું કે જ્યારે તેણે સલમાનનો ફોન ઉઠાવાનો બંધ કરી દીધો ત્યારે સલમાને તેને શારિરીક ઇજા પણ પહોંચાડી.

પરિવારની વિરુદ્ધ

પરિવારની વિરુદ્ધ

ઐશ્વર્યાએ કહ્યું હતું કે એશનો પરિવાર સલમાનની પહેલેથી વિરુદ્ધ હતો તેમ છતાં તે સલમાનની સાથે રહેવા ઇચ્છતી હતી.

સલમાને કર્યો દગો

સલમાને કર્યો દગો

એશ સ્પષ્ટતા આપી કે સલમાને તેની જોડે દગો કર્યો છે અને સલમાન પણ આ વાત સ્વીકારે છે.

કેરિયર કર્યું બરબાદ

કેરિયર કર્યું બરબાદ

ઐશ્વર્યાએ વધુમાં સલમાન પર આરોપ લગાવ્યો કે તે એશનું કેરિયર બગાડી રહ્યો છે. તેમના લીધે તેને ફિલ્મોમાંથી નીકાળવામાં આવે છે અને તેમના પર અનપ્રોફેશનલ હોવાના આરોપ પણ લગાવામાં આવી રહ્યા છે જે ખોટો છે.

સજાવાની કોશિષ

સજાવાની કોશિષ

એશે તો ત્યાં સુધી કહી દીધું કે તેમણે સલમાનને સમજાવાની પૂરે પૂરી કોશિષ કરી હતી પણ સલમાન કોઇ વાત સમજવા માટે તૈયાર જ નથી.

28 સપ્ટેમ્બરે થયો અકસ્માત

28 સપ્ટેમ્બરે થયો અકસ્માત

આ ઇન્ટરવ્યૂના ઠીક એક દિવસ બાદ સલમાન ખાન જોડે આ અકસ્માત થયો. તેણે દારૂના નશામાં રસ્તા પર સૂતેલા કેટલાક લોકોને કચડી નાંખ્યા. જેમાં એક મહિલાની મોત થઇ અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X