Aishwarya Sharma: હું પ્રેગ્નેન્ટ નથી, મને છોડી દો નહીંતર..., એશ્વર્યાએ ગુસ્સામાં કહીં આ વાત
Aishwarya Sharma: ટીવી એક્ટ્રેસ એશ્વર્યા શર્મા હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. એશ્વર્યા શર્માનો ગુસ્સો સાતમા આસમાને છે. એશ્વર્યા શર્માએ તાજેતરમાં પોતાની પ્રેગ્નેન્સીની સમાચાર અંગે મૌન તોડ્યું છે. ગત દિવસોથી એશ્વર્યા શર્માની પ્રેગ્નેન્સી અંગે ભાતભાતની વાતો સોશિયલ મીડિયામાં ફરી રહી છે.
ઐશ્વર્યા શર્માને આવ્યો ગુસ્સો - ઐશ્વર્યા શર્માના જૂના વીડિયો પર કોમેન્ટ કરીને લોકો તેને અલગ-અલગ પ્રકારના સવાલો પૂછી રહ્યા હતા, અને હેરાન પણ કરી રહ્યા હતા. હવે ઐશ્વર્યાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સી વિશે સ્પષ્ટતા કરી છે, અને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

ઐશ્વર્યાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખી આ વાત - ઐશ્વર્યા શર્માએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે, ત્રીજી વખત હું બૂમો પાડી રહી છું કે હું પ્રેગ્નેન્ટ નથી, પરંતુ કોઈ સમજી શકતું નથી. તમારા સંદેશાઓ જોયા પછી હું અસ્વસ્થ છું. અટકળો બંધ કરો. હું માનવ છું. ક્યારેક મારું બ્લડ પ્રેશર પણ ઘટી જાય છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઉં કે, મારું બીપી લો હતું, તેથી હું બેહોશ થઈ ગઇ હતી.
ઐશ્વર્યા શર્માની તબિયત લથડી - ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માની તબિયત અચાનક બગડી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ડાન્સની પ્રેક્ટિસ કરતી વખતે અભિનેત્રી સ્ટેજ પર બેહોશ થઈ ગઈ હતી. ઐશ્વર્યા શર્માની આવી હાલત જોઈને બધા ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.
અભિનેત્રીએ લોકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું - અભિનેત્રીના ચાહકો પણ તેની તબિયતની ચિંતા કરવા લાગ્યા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની હેલ્થ અપડેટ આપી હતી. લોકોને ચિંતા ન કરવા પણ કહેવામાં આવ્યું હતું. હાલમાં ઐશ્વર્યાની નવી પોસ્ટે ખળભળાટ મચાવી દીધો છે.
હોળી સ્પેશિયલ શોનું શૂટિંગ કરી રહી હતી ઐશ્વર્યા - ઉલ્લેખનીય છે કે, હોળી સ્પેશિયલ શો ટૂંક સમયમાં કલર્સ ટીવી પર આવવાનો છે. આ હોળી સ્પેશિયલ શોમાં બિગ બોસ 17ના તમામ સ્પર્ધકો જોવા મળશે. શોનું શૂટિંગ ચાલી રહ્યું છે, જે હજુ 5 દિવસ સુધી ચાલશે. તમામ સ્ટાર્સ આ એપિસોડ માટે શૂટિંગ કરી રહ્યા છે. ટીવીના ફેવરિટ કપલ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ આ રંગીન સાંજને હોસ્ટ કરતા જોવા મળશે.












Click it and Unblock the Notifications
