For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐય્યા! બૉક્સ ઑફિસે કઈં નથી ચાલી રહ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 ઑક્ટોબર : બૉક્સ ઑફિસે આ સપ્તાહ એક સાથ છ ફિલ્મો રિલીઝ થઈ, પણ તેમાંથી કોઈનેપણ સારી ઓપનિંગ મળી નથી. ઐય્યા, ભૂત રિટર્ન્સ, મખ્ખી, ચિટગાંવ, લોગિનંદ ઇન ધ નેમ ઑફ તાઈ. આમ તમામ ફિલ્મો આ જ શુક્રવારે રિલીઝ થઈ. રાણી મુખર્જની ઐય્યાને બાકીની ફિલ્મો કરતાં સારી ઓપનિંગ મળી, પરંતુ આમ છતાં અત્યાર સુધી તેના બૉક્સ ઑફિસ કલેક્શનમાં કોઈ ખાસ વધારો થયો નથી.

Box Office Report

ઐય્યા, ભૂત રિટર્ન્સ અને મખ્ખી ફિલ્મો આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની છે. હાલ ઐય્યા આગળ ચાલી રહી છે. રાણી મુખર્જી તેમજ પૃથ્વીરાજ અભિનીત ઐય્યા જોવાં લગભગ 5 ટકા લોકો જ થિયેટર સુધી પહોંચ્યા કે જે નિરાશાજનક વાત છે. આ ફિલ્મ દ્વારા રાણીએ બૉલીવુડમાં નવી ઇનિંગ શરૂ કરી રહી છે. તે એક મોટા બજેટની પણ ફિલ્મ છે. આશા હતી કે તે સારો બિઝનેસ કરશે, પરંતુ પ્રથમ જ દિવસે આ ફિલ્મે એટલી ખરાબ ઓપનિંગ દર્શાવી કે તમામ લોકો નિરાશ થઈ ગયા. વીકેન્ડમાં કલેક્શનમાં સુધારાની આશા સેવાઈ રહી છે.

રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સના પ્રોમોએ લોકોમાં ઉત્સુકતા પેદા કરી હતી, પણ ફિલ્મના પ્રથમ શોએ લોકોને નિરાશ કર્યાં. પ્રથમ શો જોવા માત્ર દસ ટકા જ દર્શકો પહોંચ્યા. એસ. એસ. રાજમોલીની તેલુગુ હિટ ફિલ્મ ઈગાના હિન્દી વર્ઝન મખ્ખીને પણ લોકોને ખાસ ગમી નથી. તેમાં માત્ર સિંગલ સ્ક્રીન તેમજ મલ્ટીપ્લેક્સમાં 10 ટકા લોકો જોવા આવ્યાં.

English summary
Aiyyaa, Bhoot Returns and Makkhi are much-hyped movies, and Aiyyaa is the front-runner in the race. The Rani Mukherjee and Prithviraj starrer has registered 25% occupancy, which is very disappointing for the makers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X