નવા હિમ્મતવાલાને યાદ આવ્યો જૂનો હિમ્મતવાલા
મુંબઈ, 25 જાન્યુઆરી : 1983માં રિલીઝ થયેલ બ્લૉકબસ્ટર હિન્દી ફિલ્મ હિમ્મતવાલાની રીમેક હિમ્મતવાલાના શુટિંગમાં વ્યસ્ત અજય દેવગણને શુટિંગ દરમિયાન પોતાના જૂના દિવસો યાદ આવી ગયાં. સાજિદ ખાનના દિગ્દર્શન હેઠળ બનતી હિમ્મતવાલામાં અજય સાથે દક્ષિણ ભારતીય ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી તમન્ના ભાટિયા પણ લીડ રોલમાં છે.

હિમ્મતવાલા ફિલ્મનો ફર્સ્ટ લુક આજે મુંબઈના ગેટી ગૅલેક્સી થિયેટરમાં રિલીઝ કરાયો. આ ઈવેન્ટ દરમિયાન અજય દેવગણે મીડિયા સાથે વાચતીત દરમિયાન જણાવ્યું - ફિલ્મ કરતી વખતે જૂના સમયની યાદ આવી ગઈ, કારણ કે ફિલ્મ 80ના દશકામાં બનેલી છે. તેણે મને મારી જૂની ફિલ્મો સાથે જોડાયેલી યાદોની યાદ અપાવી દીધી કે જ્યારે મેં પોતાનુ કૅરિયર શરૂ કર્યુ હતું. અજય દેવગણે જણાવ્યું - મેં જિતેન્દ્ર-શ્રીદેવીની હિમ્મતવાલાના સેટની વિઝિટ પણ લીધી હતી, કારણ કે મારા પિતાજી તે ફિલ્મના એક્શન ડાયરેક્ટર હતાં. હું આ સિંગલ સ્ક્રીન થિયેટર ગેટી ગૅલેક્સી ખાતે મારી પ્રથમ ફિલ્મ ફૂલ ઔર કાંટેની રિલીઝ વખતે પણ આવ્યો હતો.
હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણે જિતેન્દ્રનો રોલ કર્યો છે અને તમન્ના ભાટિયાએ શ્રીદેવીનો. ફિલ્મ અંગે અજયે જણાવ્યું કે તેમણે કોઈને કૉપી કરવાનો પ્રયત્ન નથી કર્યો. અજયે જણાવ્યું - મેં સફેદ શર્ટ તથા પેંટ પહેરી છે, પરંતુ સફેદ જૂતા નથી પહેર્યાં. જૂની ફિલ્મના ગીત તાકી ઓ તાકી... નું શુટિંગ અજય અને તમન્નાએ જયપુરમાં કર્યું તથા તાથઇય્યા તાથઇય્યા... ગીતનું શુટિંગ મુંબઈમાં થયું. અજયે જણાવ્યું - ડાંસિંગ હંમેશા મારા માટે ખૂબ મુશ્કેલ રહ્યો છે. તે મને ટેંશનમાં નાંખી દે છે. જોકે દિગ્દર્શક સાજિદ ખાને જણાવ્યું - અજય કોઇક સુપર સ્ટારની જેમ નાચે છે. ફિલ્મ આ વર્ષે 29મી માર્ચે રિલીઝ થવાની છે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026




Click it and Unblock the Notifications
