સલમાન બાદ અજયે પણ કરી 400 કરોડની ડીલ
મુંબઈ, 5 માર્ચ : સલમાન ખાને ગત વર્ષે જ સ્ટાર ઇન્ડિયા સાથે પોતાની ફિલ્મોના રાઇટ્સ વેચી કરોડોની ડીલ કરી હતી અને હવે સમાચાર છે કે અજય દેવગણે પણ સ્ટાર ઇન્ડિયા સાથે ચાર સો કરોડની ડીલ કરી છે અને પોતાની ફિલ્મોના રાઇટ્સ ચૅનલને વેંચી નાંખ્યા છે. હવે વર્ષ 2018 સુધી અજય દેવગણની ફિલ્મો સ્ટાર ઇન્ડિયા પોતાની ચૅનલો ઉપર દર્શાવી શકશે.
સલમાન ખાન બાદ અજય દેવગણ એક એવા સ્ટાર છે કે જેમની સતત ચાર ફિલ્મોએ બૉક્સ ઑફિસે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. બોલ બચ્ચન, સિંઘમ, સન ઑફ સરદાર તથા ગોલમાર સિરીઝે 100 કરોડ કરતાં વધુ બિઝનેસ કર્યો છે. અજય દેવગણે સ્ટાર ઇન્ડિયા સાથે જે કરાર કર્યો છે, તેના હેઠળ આવતા પાંચ વરસમાં રિલીઝ થનાર અજયની તમામ ફિલ્મો સ્ટાર ઇન્ડિયા દર્શાવી શકશે. આ ફિલ્મોમાં હિમ્મતવાલા, સત્યાગ્રહ, સિંઘમની સિક્વલનો સમાવેશ થાય છે. ડીલ હેઠળ સિંઘમ, ગોલમાલ સિરીઝ, જમીન તથા ગંગાજળ ફિલ્મો પણ દર્શાવી શકાશે.
ડીલ અંગે અજય દેવગણે જણાવ્યું - બિઝનેસ આજકાલ ખૂબ વધી રહ્યો છે અને ખૂબ સ્પષ્ટ થતું જાય છે. તેથી હવે ડીલ કરવી ખૂબ જ સરળ અને પ્રત્યક્ષ થઈ ગઈ છે. હું નિર્માતા માટે વધુમાં વધુ વૅલ્યુ ધરાવુ છું કે જેથી તેમને પણ ફાયદો મળી શકે, પરંતુ હું સાથે જ પોતાના માટે કેટલીક રકમ રાખી રહ્યો છું, જેથી મને પણ ફાયદો મળી શકે. બાકી એક્ટર, ફી વગેરે બાબતો એક્ટર અનિ નિર્માતાના સંબંધો ઉપર અવલમ્બે છે.
આવો આપને તસવીરો વડે પરિચય આપીએ અજય દેવગણની ફિલ્મોનો.

સત્યાગ્રહ
પ્રકાશ ઝાની સત્યાગ્રહ પણ અજય દેવગણની ચર્ચિત ફિલ્મ છે. સત્યાગ્રહમાં અજય ઉપરાંત કરીના કપૂર, અમિતાભ બચ્ચન તથા મનોજ બાજપાઈ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં ચાલે છે.

હિમ્મતવાલા
જિતેન્દ્ર અને શ્રીદેવીની હિમ્મતવાલાની રીમેક હિમ્મતવાલા ફિલ્મ ટુંકમાં જ રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં અજય સાથે તમન્ના ભાટિયા છે. સોનાક્ષી સિન્હાનું આયટમ સૉંગ પણ આ ફિલ્મમાં છે. દિગ્દર્શક સાજિદ ખાન છે.

બોલ બચ્ચન
ગત વર્ષે રિલીઝ થયેલ કૉમેડી ફિલ્મ બોલ બચ્ચનમાં અજય સાથે અભિષેક બચ્ચન, પ્રાચી દેસાઈ અને અસીન હતાં. અજય દેવગણ અને ઢિલ્લન મહેતા નિર્મિત ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટીએ કર્યુ હતું. ફિલમ સફળ રહી. ફિલ્મમાં અજય અને અભિષેકની એક્ટિંગના વખાણ થયાં.

સિંઘમ
વર્ષ 2011માં રિલીઝ થયેલ સિંઘમ ફિલ્મે બૉક્સ ઑફિસે જોરદાર સફળતા મેળવી. ફિલ્મમાં અજય સાથે કાજલ અગ્રવાલ હતાં. રોહિત શેટ્ટી દિગ્દર્શિત તથા રિલાયંસ એંટરટેનમેંટ નિર્મિત સિંઘમમાં અજયની પોલીસ ઇંસ્પેક્ટર તરીકેની ભૂમિકાના ખૂબ વખાણ થયા હતાં.

સન ઑફ સરદાર
વર્ષ 2012માં રિલીઝ થયેલ સન ઑફ સરદારમાં સોનાક્ષી સિન્હા અજય દેવગણ સાથે હતાં. દીવાળીએ રિલીઝ થયેલી આ ફિલ્મે યશ ચોપરા નિર્મિત શાહરુખ ખાનની જબ તક હૈ જાન ફિલ્મને જોરદાર ટક્કર આપી.

ગોલમાલ 3
વર્ષ 2010માં રિલીઝ ગોલમાલ 3માં અજય સાથે કરીના કપૂર, મિથુન ચક્રવર્તી, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે તથા કુણાલ ખેમૂ હતાં. 2006માં રિલીઝ થયેલ ગોલમાલ સિરીઝની આ ત્રીજી સિક્વલ હતી. બીજી સિક્વલ ગોલમાલ રિટર્ન્સ ફિલ્મે પણ સારી સફળતા મેળવી હતી, તો ગોલમાલ 3ના દિગ્દર્શક પણ રોહિત શેટ્ટી જ હતાં.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
