“થેંક ગોડ” માં અજય દેવગણનોનો નવો લુક, સોશિયલ મીડિયા પર વાયરલ
તાજેતરમાં અજય દેવગણનો દાઢી વાળો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેને જોઈને ફેન્સ આશ્ચર્યમાં હતા. હવે અજય દેવગણના એકદમ નવી સ્ટાઇલ અને નવા લુકના ફોટો સામે આવ્યા છે.
તાજેતરમાં અજય દેવગણનો દાઢી વાળો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જેને જોઈને ફેન્સ આશ્ચર્યમાં હતા. હવે અજય દેવગણના એકદમ નવી સ્ટાઇલ અને નવા લુકના ફોટો સામે આવ્યા છે. રિપોર્ટ્સની માનીએ તો અજય દેવગણે આ લુક 'થેંક ગોડ' માટે રાખ્યો છે. સોશ્યલ મીડિયા પર ચાહકો આ લુકના વખાણ કરી રહ્યા છે.

શોફ્ટ કોમેડી ફિલ્મ
ઇન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'થેંક ગોડ' શોફ્ટ કોમેડી ફિલ્મ છે. જેમાં અજય દેવગણ ભગવાનની ભૂમિકા નિભાવી રહ્યા છે. તે જ સમયે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ એક કપલ તરીકે દેખાશે.આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનો સેટ સ્વર્ગ જેવો લાગે છે. ભૂષણ કુમાર અને યશ શાહ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ પહેલા ઇન્દ્ર કુમારે અજય દેવગન સાથે 'ઇશ્ક', 'મસ્તી' અને 'ટોટલ ધમાલ' જેવી હિટ ફિલ્મો આપી છે. તો આ ફિલ્મથી પણ મોટી આશા વ્યક્ત કરાઈ છે.

અજય દેવગણનો આ લુક જોઇને ચાહકો ખૂબ ઉત્સાહિત છે
અજય દેવગણનો આ લુક જોઇને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. અજય દેવગણે ખૂબ જ ઓછી ફિલ્મો માટે પોતાના લુક સાથે છેડછાડ કરી છે. તેથી ચાહકો માટે પણ આ એક અલગ અનુભવ હશે.

અજય પાસે ઘણી ફિલ્મો છે
આ દિવસોમાં અજય દેવગણ પાસે ફિલ્મોની લાઇન છે. તે કેટલીક ફિલ્મો સાથે અભિનેતા તરીકે સંકળાયેલ છે, જ્યારે કેટલીકમા નિર્માતા અને દિગ્દર્શનની જવાબદારી પણ સ્લીકારી છે. ફિલ્મોની સાથે સાથે તેઓ ડિઝની પ્લસ હોટસ્ટાર પરની વેબ સીરીઝ 'રુદ્ર'માં પણ જોવા મળશે.

જય દેવગણની આવનારી ફિલ્મો
અજય દેવગણની આગામી ફિલ્મોમાં- ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા, આરઆરઆર, મેદાન, મે ડે, કૈથી અને ચાણક્ય શામેલ છે. આ સાથે જ તે સૂર્યવંશી અને ગંગુબાઈ કાઠિયાવાડીમાં પણ મહત્વની ભૂમિકા નિભાવતો જોવા મળશે.

અજય આ ફિલ્મો બનાવી રહ્યો છે
અજય દેવગણ પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણી ફિલ્મો શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં નાંધીની હિન્દી રિમેક, ગોબર અને ભારત-ચીન તણાવ અંગેની એક ફિલ્મ શામેલ છે.

રુદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ
અજય દેવગણ ડિઝની હોટસ્ટારની વેબ સિરીઝ રુદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસથી ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. જેમાં એશા દેઓલ અજય દેવગણ સાથે જોવા મળશે.












Click it and Unblock the Notifications
