દીવાળીનું દિલ મોટું, બે ફિલ્મોની જગ્યા હોય જ : અજય
મુંબઈ, 2 નવેમ્બર : આ વર્ષની દીવાળી માત્ર ફટાકડાના અવાજ સાથે જ ધમાકેાર નહિં રહે, પણ આ દીવાળીએ સિનેમા ઘરોમાં બે મોટી ફિલ્મોનો પણ ધમાકો થવાનો છે. એમ તો દર વર્ષે દીવાળીએ બે કે ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થતી હોય છે, પરંતુ આ વર્ષની વાત કઈંક જુદી છે અને તેવું એટલા માટે કે આ વર્ષે શાહરુખની પણ સ્પેશિયલ ફિલ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે રિલીઝ થઈ રહી છે અને અજય દેવગણની સન ઑફ સરદાર એટલે કે એસઓએસ રિલીઝ થઈ રહી છે. બંને ફિલ્મો તેમના હીરોના કારણે ખૂબ જ ખાસ છે.

શાહરુખ ખાન માટે આ ફિલ્મ ખાસ છે કારણ કે આ ફિલ્મ તેમના પિતાતુલ્ય યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ છે, તો બીજી બાજુ અજય દેવગણની એસઓસ એટલા માટે ખાસ છે કારણ કે આ વર્ષે બોલ બચ્ચન સિવાય અજયની એક પણ હિટ ફિલ્મ નથી આવી. તો અજયને આ ફિલ્મ પાસે બહુ આશા છે. હવે બંને ફિલ્મો વચ્ચે સફળતાનો જંગ છેડાયો છે અને મીડિયા આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તાજેતરમાં જ સમાચાર મળ્યાં કે શાહરુખે અજયને રિક્વેસ્ટ કરી છે કે તેઓ દીવાળીએ ફિલ્મ રિલીઝ ના કરે, જેથી તેમની જબ તક હૈ જાનનો બિઝનેસ પ્રભાવિત ન થાય.
બીજી બાજું અજય કહે છે કે એવું કશુંય નથી. ઉલ્ટું શાહરુખે તો એમ કહ્યું કે બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવી જોઇએ, કારણ કે જો યશજી હયાત હોત, તો તેઓ પણ એવું જ ઇચ્છત કે બંને મોટી ફિલ્મો એક સાથે રિલીઝ થાય અને એમ પણ દીવાળીએ હંમેશા બે ફિલ્મો રિલીઝ થવાની જગ્યા હોય જ છે. તેનાથી કોઈ પણ ફિલ્મનો બિઝનેસમાં કમી નથી આવતી. અગાઉ પણ અનેક વાર બે ફિલ્મો રિલીઝ થઈ છે અને બંનેએ સારી કમાણી કરી છે.
હવે બંનેમાંથી કઈ વાત સાચી છે એ તો શાહરુખ જાણે કાં તો અજય જાણે. ખેર, જે કઈં પણ હોય, દર્શકો માટે આ વર્ષે દીવાળીએ સારી ટ્રીટ મળવાની છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
