ન્યાસા દેવગણે જ્હાન્વી કપૂરના રુમર્ડ બૉયફ્રેન્ડ ઓરહાન અવત્રામણિ સાથે આપ્યા પોઝ, ફોટા વાયરલ

અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ઓરહાન અવત્રામણિ સાથે જોવા મળી રહી છે.

અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ઓરહાન અવત્રામણિ સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઓરહાન અવત્રામણિ અને ન્યાસા સારા દોસ્ત છે અને તેનુ નામ સતત અભિનેત્રી જ્હાન્વી કપૂર સાથે જોડાતુ આવ્યુ છે. જો કે, બંનેએ પોતાના સંબંધને છૂપાવ્યો છે. હાલમાં ન્યાસા દેવગણ અને ઓરહાન ભૂમિ પેડનેકરની દિવાળી બેશમાં શાનદાર લુકમાં જોવા મળ્યા હતા.

Nysa Devgn

ભૂમિ પેડનેકરે શુક્રવારે પોતાના ઘરે પ્રી-દિવાળી પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. ભૂમિની પાર્ટીમાં બૉલિવુડની ઘણી હસ્તીઓ સામેલ થઈ જેમાં ઘણા સ્ટાર કિડ્સ પણ હતા. ન્યાસા દેવગણથી લઈને આર્યન ખાન-સુહાના ખાનને પણ પાર્ટીમાં સ્પૉટ કરાયા. હાલમાં ન્યાસાના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં ન્યાસાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

આ પહેલા પણ સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ હતી જે લંડનમાં એક નાઈટ પાર્ટીની હતી. જેમાં ન્યાસા, અર્જુન રામપાલની પુત્રી માહિકા રામપાલ પણ કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. આ સિવાય બિઝનેસમેન વેદાંત મહાજન પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. બીજી તરફ તસવીરોમાં ન્યાસા બ્લેક ડ્રેસમાં બોલ્ડ જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ હૉટ પણ લાગી રહી છે.

Nysa Devgn

તમને જણાવી દઈએ કે અજય દેવગણ અને કાજોલ ઘણી વાર ન્યાસા માટે વાત કરતા રહે છે. જેનુ એક કારણ એ પણ છે કે ન્યાસાને ઘણી વાર ટ્રોલ કરવામાં આવતી હતી. તેના લુક માટે ઘણી વાર લોકોને ટ્રોલ કરી હતી. જો કે, કાજોલ હંમેશા તેનો જડબાતોડ જવાબ આપતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X